રાજકોટ
News of Tuesday, 30th April 2019

રંગીલા હનુમાનજી મંદિરનું સ્વર્ણિમ જયંતી વર્ષઃ ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રામ કથા

હમીરપરવાળા હરિકાંત મહારાજ વકતાઃ આજે રાત્રે સંતવાણીઃ ગુરૂવારે રાસ ગરબાઃ શનિવારે રાત્રે લોકડાયરોઃ આવતા રવિવારે રકતદાન શિબીરઃ કથા શ્રવણનો લાભ લેવા જાહેર આમંત્રણ

રાજકોટ, તા., ૩૦:  શ્રી રંગીલા હનુમાનજી મંદિર, સંત કબીર રોડ, બ્રાહ્મણીયા પરા, ગોવિંદબાગ શાક માર્કેટ પાસેની સ્થાપનાને પ૦ વર્ષ થતા સુવર્ણ જયંતી વર્ષ નિમિતે મંદિરની સમીપ સ્થાનીક ભાવીકોના પરિવાર દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું તા.ર૭ એપ્રિલથી પ મે સુધી મંગલ આયોજન કરાયેલ છે. જેના વ્યાસાસને વિદ્વાન વકતા હમીરપરવાળા શ્રી હરીકાન્ત મહારાજ બિરાજી કથા શ્રવણ કરાવી રહયા છે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧ર.૩૦ અને બપોરે૩.૩૦ થી સાંજે ૬.૩૦ સુધીનો છે.

રામકથામાં આજે રામ વિવાહ પ્રસંગ તથા તા. ર જીએ કેવટ પ્રસંગ અને તા.૩ના રોજ ભરત મિલાપ પ્રસંગ ઉજવાશે. કથામા ંવિવિધ ધમસ્થાનોના સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વાદ વરસાવી રહયા છે. ભાવીકો  મોટી સંખ્યામાં લાભ લઇ રહયા છે.

કથા નિમિતે આજે રાત્રે ૯.૩૦ વાગ્યે સંતવાણી રાખેલ છે.જેમાં કલાકારો વિજયાબેન વાઘેલા, વિપુલ પટેલ, અજય દેસાણી, સાજીંદાઓ પારસ સોની, અલ્પેશ પાટડીયા, સમીર ખાન, સાગર બારોટ વિગેરે ભાગ લેશે. તા. ર ગુરૂવારે રાત્રે ૯.૩૦ વાગ્યે  વિસ્તારની બહેનોના રાસ-ગરબા રાખેલ છે. તા. ૪ શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે લોકડાયરો યોજાશે જેમાં ઘનશ્યામ મકવાણા, જાગૃતી ગોહેલ, જયંતી પટેલ, મંજુલા નાયક, પ્રભુદાસ ગોંડલીયા, અજય દેસાણી, સાજીંદાઓ હિતેષ વ્યાસ, અલ્પેશ પાટડીયા, સમીર ખાન, સાગર બારોટ વિગેરે કલા પીરસશે. તા.પ રવિવારે કથા સ્થળે સવારે ૯ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રકતદાન શીબીર રાખેલ છે. સૌને કાર્યક્રમોનો લાભ લેવા રંગીલા હનુમાનજી ધુન મંડળ અને આયોજક લતાવાસીઓ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(3:41 pm IST)