રાજકોટ
News of Monday, 30th March 2020

લોકડાઉનમાં મ્યુ.કોર્પોરેશનના તમામ કર્મચારીઓ અધિકારીઓની રજા રદઃ ફરજમાં હાજર થવા ફરમાન

મેડીકલ સહીતની રજા ભોગવી રહેલા અને રજા માંગનારા તમામની રજાઓ કેન્શલ કરી દેવા ઉદીત અગ્રવાલનો પરિપત્ર

રાજકોટ,તા.૩૦: વર્તમાન લોકડાઉનની સ્થળમાં મ્યુ.કોર્પોરેશનનાં તમામ કર્મચારી -અધિકારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરી અને રજા પર ગયેલા લોકોને ફરજ પર હાજર થવા મ્યુ.કમિશ્નરશ્રીએ ફરમાન કર્યું છે.

નોવેલ કોરોના વાયરસ કે જેને WHO દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલની નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોવેલ કોરોના કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓની આ કામગીરી માટે જરૂરીયાત રહે છે. જેથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ-કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ પરિપત્રથી રદ કરવામાં આવે છે તેમજ પોતાની ફરજ પર તાત્કાલીક હાજર થવાનું રહેશે.

આ પરિપત્ર અગાઉ કોઇ અધિકારી-કર્મચારી રજા મંજુરી મેળવી પોતાની ફરજ પર હાજર ન હોય તો તેવા અધિકારી -કર્મચારીઓની રજા પણ આ પરિપત્રથી રદ કરવામાં આવે છે તેમજ પોતાની ફરજ પર તાત્કાલીક હાજર થવાનું રહેશે. તેમ આ પરિપત્રનો ચુસ્તપણે તાત્કાલીક અસરથી અમલ કરવાનો આદેશ કમિશ્નરશ્રીએ કર્યો છે.

(3:28 pm IST)