રાજકોટ
News of Monday, 30th January 2023

એમ.એ.સી.ટી. બાર એસો.ના ર૦ર૩ના હોદેદારોની બિનહરીફ વરણીઃ પ્રમુખપદે મનિષ ખખ્‍ખર, સેક્રેટરી પદે પ્રિયાંક ભટ્ટની વરણી

ઉપપ્રમુખ પદે અજય સેદાણી, જો. સેક્રેટરીપદે વિનુભાઇ વાઢેર, ટ્રેઝરર તરીકે અનિરૂધ્‍ધ ભેડા : કારોબારીમાં સાત સભ્‍યોની નિમણુંક કરાઇઃ વિવિધ બાર એસો. દ્વારા શુભેચ્‍છા વર્ષા...

રાજકોટ, તા., ૩૦:અત્રે એમએસીટી બાર એસો. ર૦ર૩ની ચુંટણીમાં દર વર્ષે સામાન્‍ય રીતે એમએસીટી બાર એસોસીએશનમાં ઇલેકશન નહિ પણ સીલેકશનથી નવી બોડીની નિમણુંક થતી હોય છે. પરંતુ છેલ્લા વર્ષમાં ચુંટણીમાં ભારે રસાકસી રહેલ હતી આ વખતે એડવોકેટ મનીષ ખખ્‍ખરની આખી પેનલને બિનહરીફ થયેલ છે.

આ વખતે ઉમેદવારો વચ્‍ચે બાર એસોસીએશનના હિતમાં તથા તમામ સભ્‍ય વયે કાયમી ભાઇચારો રહે તે હેતુથી તમામ પોસ્‍ટ બિનહરીફ થયેલ હોઇ જેમાં પ્રમુખ તરીકે શ્રી મનીષ એમ.ખખ્‍ખર, ઉપપ્રમુખ તરીકે શ્રી અજયભાઇ સેદાણી, સેક્રેટરી તરીકે શ્રી પ્રીયાનકભાઇ ભટ્ટ, જોઇન્‍ટ સેક્રેટરી તરીકે શ્રી વિનુભાઇ વાઢેર, ટ્રેસરર તરીકે અનિરુધભાઇ ભેડા તથા કારોબારી તરીકે પ્રતિક સંજયભાઇ વ્‍યાસ, મૌલિક જોશી, અજયભાઇ શાકરીયા, હસમુખભાઇ ગોહેલ, નિકુંજ  શુકલા, રણજીત મકવાણા તથા ભાવનાબેન વાઘેલા તમામને બિનહરીફ જાહેર કરાયેલ છે.

એમ. એ. સી. ટી. બાર એસો.ની સન ર૦ર૩ ની ચૂંટણીમાં કમીશનર તરીકે એડવોકેટ શ્રી કેતનભાઇ શાહ તથા મુકુન્‍દસિંહ સરવૈયાએ ફરજ બજાવેલ હતી.

એમ. એ. સી. ટી. બાર એસો. ર૦ર૩ ની નવી આખી કમીટીને બિનહરીફ થયેલ તમામ ઉમેદવારોને રાજકોટના સીનીયર તથા જૂનીયર તમામ વકીલ મિત્રોએ શુભેચ્‍છા પાઠવેલ છે. તેમજ એમ. એ. સી. ટી. બાર એસો. એડવોકેટ શ્રી સુનીલભાઇ મોઢા, જે. જે. ત્રિવેદી, પી. આર. દેસાઇ, એચ. સી. સયાણી, અનિલભાઇ દેસાઇ, અર્જુનભાઇ પટેલ, સંજયભાઇ વ્‍યાસ, વિશાલ ગોસાઇ, મુકેશભાઇ દેસાઇ એન. આર. શાહ, રાજૂભાઇ  મેહતા, અજયભાઇ જોશી, એ. જી. મોદન, ગુલ્‍ફામભાઇ સુરયા, ગોપાલભાઇ ત્રિવેદી, કે. જે. ત્રિવેદી, જયભાઇ ચૌધરી, ઉદયભાઇ દવે, કમલેશ શાહ, પીયુષ શાહ, વિપુલ કકકડ, સંજય બાવીશી, અલય મનીષભાઇ ખખ્‍ખર, રક્ષાબેન ઉપાધ્‍યાય, ધર્મીસ્‍થાબેન જોશી, કે. એલ. વ્‍યાસ, કેતન વોરા, પંકજભાઇ સોઢા, ભાવેશભાઇ મકવાણા, શ્‍યામભાઇ ગોહેલ, કલ્‍પેશ વાઘેલા, આર. પી. દોરી, એમ. એ. સુરયા, બી. સી. પટણી, રાજૂભાઇ સખરાણી તેમજ રાજકોટ બારના પ્રમુખશ્રી એલ. જે. શાહી, ડી. જી. પી. શ્રી એસ. કે. વોરા, ક્રિમીનલ બારના પ્રમુખશ્રી એન. ડી. ચાવડા, તથા રેવન્‍યુ બાર, મહિલા બાર,  ડીસ્‍ટ્રીકટ બાર કન્‍સ્‍યુમરબાર તેમજ લેબર બાર ના પ્રમુખશ્રીઓએ એમ. એ. સી. ટી. બાર એસો. ર૦ર૩ ની નવી આખી કમિટીને બિનહરીફ થયેલ તમામ ઉમેદવારોને શુભેચ્‍છા પાઠવેલ છે.

(3:51 pm IST)