News of Tuesday, 29th December 2020
પરીક્ષામાં ગેરરીતિ આચરતા ઝડપાયેલ ૩૭ છાત્રોનું હીયરીંગઃ ઉત્તરવહી સાથે ભાગેલા પરીક્ષાર્થીઓની પ પરીક્ષા રદ
૩૮ પરીક્ષાર્થીઓની ર પરીક્ષા રદ કરતી પરીક્ષ શુદ્ધિકરણ સમિતિ
રાજકોટ, તા. ર૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં લેવાયેલ વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં યેનકેન પ્રકારે ગેરરીતિ તેમજ ગેરવતણુંક સબબ ફરીયાદને આધારે કોપીકેસ કરેલ ૩૭ પરીક્ષાર્થીઓનું હીયરીંગ યોજાયું હતું.
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકઝામ ડીસીપ્લનરી એન્ક્ષન કમિટી સમક્ષ ૩૯ પરીક્ષાર્થીઓનંુ કોપી કેસ સબંધે હિયરીંગ યોજાયુ હતું. જેમાં ર૩ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સુરેન્દ્રનગરમાં ચાલુ પરીક્ષાએ ઉત્તરવહી સાથે પરીક્ષા કેન્દ્ર બહાર નીકળેલ પરીક્ષાર્થીને કુલ પ પરીક્ષા રદ તેમજ અન્ય ૩૮ વિદ્યાર્થીઓની મુળ અને આવનારી પરીક્ષા રદ કરવામાં આવી છે.
(3:49 pm IST)