રાજકોટ
News of Tuesday, 29th December 2020

હજુ બે દિ' કોલ્ડવેવની આગાહી

થરથર કાંપતુ રાજકોટઃ ૮.૩ ડિગ્રી

ગરમવસ્ત્રોમાં જ જોવા મળતા નગરજનોઃ ઉત્તરના ફુંકાતા ઠંડા પવનોથી રાજયના અનેક શહેરોમાં પારો સીંગલ ડીજીટમાં

રાજકોટઃ તા.૨૯, સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલી રહયો છે. રાજયના અનેક શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડીગ્રીની નીચે ગગડયો છે. હજુ બે દિવસ ઠંડીનો કહેર જોવા મળશે. તેમ હવામાન ખાતાએ જણાવ્યુ છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ આજે લધુતમ તાપમાન ૮.૩ ડિગ્રી નોંધાયું છે. ઉત્તરના ફુંકાતા ઠંડા પવન અને ઠારને લીધે આખું શહેર ઠીંગરાયુ છે. લોકો ગરમવસ્ત્રોમાં જ જોવા મળી રહયા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ઠાર સાથે કાશ્મીરી પવન ફુંકાઇ રહયો છે.  લોકો ગરમ વસ્ત્રો સાથે સજજ જોવા મળી રહયા છે.

હવામાન વિભાગે કહ્યું છે કે હવુ બે દિવસ કોલ્ડવેવની અસર જોવા મળશે. અનેક જગ્યાએ ઠંડીનો પારો ૧૦ ડીગ્રીની નીચે રહેશે. ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં  પણ કાતિલ ઠંડીની અસર જોવા મળશે.

(2:48 pm IST)