જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટને 'આઉટ સ્ટેન્ડીંગ બેસ્ટ ગ્રુપ' નો એવોર્ડ
પ્રમુખ હર્ષદ મહેતાને બેસ્ટ ઝોન કોર્ડીનેટરનો એવોર્ડ
રાજકોટ : સૌરાષ્ટ્ર રીજીયનના મૈત્રી મિલનોત્સવમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટને બેસ્ટ સોશ્યલ સર્વીસ ફેલોશીપ ઇનક્રેડીબલ વર્ક અને પ્રોગ્રામ માટે સૌરાષટ્ર રીજીયનનાં ૩૭ ગ્રુપમાં 'આઉટ સ્ટેન્ડીંગ બેસ્ટ ગ્રુપ' નો એવોર્ડ એનાયત થતા પ્રમુખ હર્ષદ મહેતાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ. જે. એસ.જી. વેસ્ટના પ્રમુખને તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન સતત બીજા વર્ષે એવોર્ડ મળતા ગ્રુપમાં ઇતિહાસ રચાયો છે. પ્રમુખ હર્ષદ મહેતા (મો.૯૮૨૪૫ ૬૩૫૩૭) ને આ વર્ષે તેમની ઝોન કોર્ડીનેટર તરીકેની કામગીરી માટે સૌરાષ્ટ્ર રીજીયનના બેસ્ટ ઝોન કોર્ડીનેટર તરીકેનો તેમજ સૌરાષ્ટ્ર રીજીયનની ઇન્ડોર ગેમ્સનાં સુંદર આયોજન બદલ એવોર્ડ પ્રાપ્ત કરી તેઓએ પર્સનલ ર એવોર્ડ સાથે ટોટલ-૩ એવોર્ડ મળેલ છે. જે બદલ શુભેચ્છાઓ મળી રહી છે. (૧૬.૩)