શહેરના વિવિધ વિસ્તારમાંથી ૨૯ રેંકડી-કેબીન-પરચુરણ માલસામાન જપ્ત
રાજકોટ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૫ થી તા. ૨૮ સુધીમાં રસ્તા પર નડતર ૧૧ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, રૈયા રોડ, મવડી મેઇન રોડ, પટેલ કન્યા છાત્રાકય, નાના મૌવા રોડ, યુનિવર્સીટી રોડ,ભારત ડેરી પાસે, ઇન્દીરા સર્કલ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૮ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે છોટુનગર, હોસ્પીટલ ચોક, ઢેબર રોડ, ગુરૂપ્રસાદ સ્કુલ સામેથી જપ્ત કરવામાં આવી હતી, ૩૦૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૨૪,૫૦૦/- વહીવટી ચાર્જ કોઠારીયા રોડ, મવડી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, ૦૫ બોર્ડ-બેનરો સંતકબીર રોડ, યુનિવર્સીટી રોડ,ભારત ડેરી પાસે, ઇન્દીરા સર્કલ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.