રાજકોટ
News of Sunday, 29th November 2020

જે સી. બેંકની ચૂંટણીમાં વે.રે. એમ્પ્લોઇઝ યુનિયનનો વિજય

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝનમાં જંકશન કો. ઓપરેટીવ બેંકના ડાયરકેટર પદની બે જગ્યા માટે બેîકના શેર હોલ્ડરોના મતદા દ્વારા તાજેતરમાં તા. ર૬ મીના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન તરફથી ઘનશ્યામસિંહ જાડેજા, ડેપ્યુટી સીટીઅઇ સુરેન્દ્રનગર, તેમજ એસસી-એસટી એસસોસિએશનના બલરામ મીના યુનિયનની પેનલમાં સામેલ હતાં. આ ચૂંટણીમાં આ બન્ને ઉમેદવારોનો વિજય થયો હતો. તેમ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના પ્રેસ પ્રતિનિધિ આર. વી. મહેતાએ જણાવ્યું હતું.

(12:03 pm IST)