રાજકોટ
News of Friday, 29th November 2019

હે રામ.. રાષ્ટ્રીય શાળાના કમ્પાઉન્ડમાં સંદિપ દક્ષિણીના ઘરમાં એ-ડિવીઝન પોલીસનો દરોડોઃ પ.૧૯ લાખના દારૂનો જથ્થો ઝડપાયોઃ

રાજકોટઃ ગાંધીજીના ગુજરાતમાં દારૂની રેલમછેલના આંચકાજનક કિસ્સઓ બહાર આવતા રહે છે ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના જ કમ્પાઉન્ડમાં સંદિપ દક્ષિણીના કબજાવાળા મકાનમાંથી પ.૧૮ લાખના દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર જાગી છે.

પોલીસ કમિ. મનોજ અગ્રવાલ તથા સંયુકત પો.કમિ. ખુરશીદ અહેમદ તથા નાયબ પો. કમિ.ઝોન-૧ રવિમોહન સેની તથા મદદનીશ પોલીસ કમિશ્નર ઉતર-વિભાગ એસ આર ટંડેલ નાઓની દારૂ અને જુગારના કેશો સોધી કાઢવા અંગે સુચના કરેલ હોય જેથી માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એસ.વી. સાખરા પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હે.કો. આર.એલ. વાઘેલા તથા પો.કોન્સ. મેરૂભા ઝાલાનાઓને બાતમી મળેલ કે સંદિપભાઇ દીલીપભાઇ દક્ષિણી( રહે. રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ, રાજકોટ) ના મકાનમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પડેલછે તેથી ચોકકસ હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ અને મજકૂર આરોપી હાજર નહી મળી આવતા તેના સામે ધોરણસર થવા પ્રોહી ધારા મુજબ એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પોલીસે કબ્જે કરેલ મુદામાલમાં ૧૦૦ પાઇપર ડીલક્ષ સ્કોચ વ્હીસ્કી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૩૦ જેની કિંમત ૩૮,રપં૦, પાર્સપોર્ટ સ્કોચ વ્હીસ્કી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૮૬ જેની કિંમત ૧,ર૪,૭૦૦,  વેટ ૬૯ સ્કોચ વ્હીસકી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૩ જેની કિંમત ૩પરપ, મુન વોક ડ્રાઇ જીન ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ર૭ જેની કિંમત ૧૦૮૦૦, રોયલ ચેલેન્જર્સ વ્હીસકી ર લીટરની સેલ ફોર ઇન દિલ્હી ઓનલી લખેલી બોટલ નંગ પ૬ જેની કીંમત પ૬૦૦૦, ટીચર્સ ઓરીજીન ડબલ મેચર મોલ્ટ વ્હીસકી  ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૧૪ જેની કિંમત ર૮૦૦૦, ટીચર્સ હાઇલેન્ડ કીમ વ્હીસકી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૩  જેની કિંમત ૬૦૦૦, ટીચર્સ પ૦ બ્લેન્ડેડ સ્કેોચ વ્હીસકી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૧પ જેની કિંમત ૩૦૦૦૦, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસકી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન દમણ ઓનલી લખેલ બોટલ નંગ ૧૪ જેની કિંમત ૧૯૬૦૦, બ્લેક એનડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસકી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૧ર  જેની કિંમત રૂ.૧૬૮૦૦, સીગ્નેચર રેર એન્ડ વ્હીસ્કી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન યુનીયન ટેરેટરી ઓફ દાદરા નગર હવેલી  ઓનલી લખેલ બોટલ નંગ ર૭ જેની કિંમત રર,૯પ૦, સ્મીન ઓફ ગ્રીન એપલ વોડકા ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૩૦ જેની કિંમત ૧૬પ૦૦, સ્મીનઓફ ટ્રીપલ ડીસ્ટીલ વોડકા ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૪૦ જેની કિંમત  રર૦૦૦ બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસકી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન યુનીયન ટેરેટરી ઓફ દાદરા એન્ડ નગર હવેલી બોટલ નંગ ૬૪ જેની કિં. પ૪૪૦૦ બ્લેક ડોગ ટ્રીપલ ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૧૯ જેની કિંમત રૂ. ર૦૯૦૦, બ્લેક ડોગ ટ્રીપલ ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કી ૭પ૦ એમએલની સેલ ફોર ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ ૧૪ જેની કિંમત રૂ. ૧પ૪૦૦, સીવાસ રીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૧ લીટરની બોટલ નંગ ૪ જેની કિંમ રૂ. ૧૬૦૦૦ ઓલ્ડ મન્ક ડીલક્ષ  રમ ૭પ૦ એમએલની સેલ ફોર ઇન દમણ ઓન્લી લખેલ બોટલ નંગ ૧પ કીંમત રૂ. પરપ૦, બકાર્ડી વ્હાઇટ રમ ૬૦ એમએલ ના સેલ ફોર ઇન ગોવા ઓનલી લખેલા  પ્લાસ્ટીકબના ચપલા નંગ ૮૬ કીંમત રૂ. ૪૩૦૦, સ્મીન ઓફ વોડકા ૬૦ એમએલ ના સેલ ફોર ઇન મધ્યપ્રદેશ ઓન્લી લખેલા પ્લાસ્ટીકના ચપલા નંગ પર જેની કિં રુ. ર૬૦૦, રીવોલ્યુશન ગ્રીન એપલ વોડકા ૯૦ એમએલના ફોર સેલ ઇન દિલ્હી ઓનલી લખેલા ચપલા નંગ ૯૦ કિં રૂ. ૧૮૦૦, રીઝોલ્યુટ પીન્ક વોડકા ૧૮૦ એમએલના ફોર સેલ ઇન દમણ ઓન્લી લખેલા ચપલા નંગ ૩ર જેની કીંમત  રૂ. ૧૬૦૦, હાઇવર્ડ પ૦૦ બીયર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી ના ટીન નંગ ૧૬ જેની કીંમત ૧૬૦૦ આમ કુલ મુદામાલ ૪૭૩ બોટલ જેની કીંમત રૂ. પ,૦૭,૭પ, ર૬૦ ચપલા જેની કિં રૂ. ૧૦૩૦૦, ૧૬ ટીન જેની કીં. ૧૬૦૦, ટોટલ મુદામાલ પ,૧૮,૯૭પ નો કબજે કરેલ છે.

આ કામગીરી કરના અધીકારી તથા કર્મચારીઓમા પો.સબ ઇન્સ. એસ.વી. સાખરા, એ.એસ.આઇ. બી.વી. ગોહીલ, પો.હે.કો. ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, વીરેન્દ્રસિંહ ઝાલા, રવિભાઇ વાઘેલા તથા પો.કોન્સ. નરેશકુમાર ઝાલા, મૌલિક સાવલિયા, જગદિશભાઇ વાંક, મેરૂભા ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, કરણભાઇ વિસરોડીયા જોડાયા હતા.

(9:41 pm IST)