રાજકોટ
News of Friday, 29th November 2019

ચેક પાછો ફરતાં બાલાજી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૨૯: ઝીંક કાસ્ટીંગના માલ પેટેનો રૂ.૮૫ હજારનો ચેક રીટર્ન થતા વેપારી સામે ફરીયાદ થતાં કોર્ટે સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ઢેબર રોડ (સાઉથ), વિસ્તારમાં 'હાર્ડવેર સીટી મેટલ''ના નામથી ચુનીલાલ દેવજીભાઇ કુંજડીયા પ્રોપરાઇટર દરજજે ઝીંક કાસ્ટીંગનું મેન્યુફેકચર કરે છે. આ કામના આરોપી વિશાલ સુરેશભાઇ સગપરીયા 'બાલાજી એન્ટરપ્રાઇઝ'ના પ્રોપરાઇટર રહેઃ કિરણ સોસાયટી, શેરી નં.૧૧/૧૩, હરીધવા મેઇન રોડ, રાજકોટનાએ ફરીયાદીનો ધંધાકીય કોન્ટેક કરી ઝીંક કાસ્ટીંગના માલની ખરીદી કરેલી.

આ માલના બાકી નીકળતા પેમેન્ટ પેટે રૂ.૮૫,૬૪૦ અંકે રૂપિયા પંચયાસી હજાર છસ્સો ચાલીસ પુરા. ચુકવવા માટે તેઓએ તેમની પેઢી 'બાલાજી એન્ટરપ્રાઇઝ'ના ખાતા વાળી ડી.સી. બી.બેંક લી.ઢેબર રોડ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો. જે ચેક ફરીયાદીએ તેમના 'હાર્ડવેર સીટી મેટલ'ના ખાતા વાળી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, મવડી રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક બિન ચુકતે પરતફરેલ હતો.

આમ ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદીએ આ કામના આરોપીને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપી 'બાલાજી એન્ટરપ્રાઇઝ'ના પ્રોપરાઇટર વિશાલ સુરેશભાઇ સગપરીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:33 pm IST)