રાજકોટ
News of Thursday, 29th October 2020

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં વડવાવ (જુનાગઢ)ના મુકતાબેનનું સફળ વિનામુલ્યે ઓપરેશન

હૃદયની દિવાલ ફાટી ગઇ હતી, શ્વાસની તકલીફ હતી, સફળ સર્જરી

રાજકોટઃ'દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે . હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

 આવાજ એક દર્દી મુકતાબેન ગોવિંદભાઇ રાજકોટીયા ઉં. વર્ષ ૬૦ ગામ વડવાવ તા. માણાવદર જી. જૂનાગઢને આશરે ૨૫ દિવસ પહેલા તેમના ઘરે હદયરોગનો તીવ્ર હુમલો આવતા તેમના હદયની દીવાલ ફાટી ગઈ હતી આ ખુબ ખરાબમાં ખરાબ કોમ્પ્લિકેશન હતું આની સાથે મુકતાબેન શ્વાસની પણ તકલીફ હતી.

આથી  મુકતાબેનના સગા તેઓને જૂનાગઢની હોસ્પિટલમાં  નિદાન માટે લઇ ગયા હતા ત્યાં ડોકટરે તેમને હદયનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું આશરે ૨,૫૦,૦૦૦ થી ૩,૦૦,૦૦૦  જેવો ખર્ચ થશે તેમ જાણ કરી હતી.આથી દર્દી ને લઈને તેઓના સગા રાજકોટની એક હોસ્પિટલ માં ફરી વખત નિદાન માટે આવતા તેઓ એ પણ ઓપરેશનની જરૂર છે અને ૨,૫૦,૦૦૦થી ૩,૦૦,૦૦૦ જેવો ખર્ચ થશે તેમ જાણ કરી હતી.

આ  પેશન્ટ ના પતિ અવસાન પામેલ  છે  તેંમનો એક દિકરો, વહુ ,બાળક સાથે રહે છે. તેઓ ખેતીકામ કરી મહિને આશરે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ની આવક મેળવે  છે.

આવી આર્થિક મુશ્કેલીમાં તેઓને ઓપરેશનનો ખર્ચ  પોસાય તેમ ન હતો  આથી તેઓ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે આવેલા હતા. અહીં તેમના જરૂરી રિપોર્ટ કરી તેમને ઓપરેશન માટે તા ૧૯-૧૦-૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવેલ હતા. 

અહીં આ ખુબ જ કોમ્પ્લિકેશન વાળું હૃદયનું ઓપરેશન કોઈ પણ જાતના કાપા વગરનું બેભાન કર્યા વગર ફકત ૧ કલાક માં છત્રી બેસાડી સફળતા પૂર્વક નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવેલું હતું. અને દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયા  બાદ તા. ૨૮-૧૦-૨૦૨૦ના રજા આપવામાં આવી હતી.

આમ બાબાના આશીર્વાદથી આ દર્દીનું નિઃશુલ્ક ઓપરેશન સફળતા પૂર્વક કરી ને દર્દ્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે. 

(3:27 pm IST)