રાજકોટ
News of Thursday, 29th October 2020

રાજકોટ શહેર-જીલ્લાના ૧૦ હજાર ડોકટરો-નર્સ-કમ્પાઉન્ડર તથા તમામ આરોગ્ય વર્કરોને પહેલા ''કોરોના'' રસી અપાશે

શહેર-જીલ્લામાં ૮II હજાર ઉપર કોરોનાના દર્દી બહાર આવ્યા હતાઃ આ તમામને સંપર્કમાં આવેલ આરોગ્ય વર્કરને રસી અપાશેઃ કલેકટર કચેરીમાં આજે આ માટે ખાસ વીસી યોજાઇઃ ખાનગી-સરકારી તમામ ડોકટરો-નર્સ આવરી લેવાશેઃ તમામના નામ-સરનામા-ફોટા-હોદો કયાં કામ કરે છે તે ડેટા તૈયાર કરવા આદેશોઃ જીલ્લામાં ગઇકાલ સુધીમાં ૩૮૭૪ દર્દીઓઃ જીલ્લા આરોગ્ય અધીકારી ડો. ભંડેરી સાથે ખાસ વાતચીત

રાજકોટ તા. ર૯: ભારત સરકાર કોરોનાની રસી જાહેર કરવા અંગે ધડાકો કરવાના મૂડમાં છે, અને તે સંદર્ભે ગુજરાત સરકારે દરેક કલેકટર-કોર્પોરેશન-ડીડીઓને રસીકરણની પ્રાથમિકતા રૂપે તેમનો ડેટા બેઇઝ તૈયાર કરવા આદેશો કર્યા છે.

રાજકોટ શહેરમાં કોર્પોરેશનનો જીલ્લા માટે જીલ્લા પંચાયતના જીલ્લા આરોગ્ય અધીકારી ડો. પ્રીતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ ડેટા તૈયાર થઇ રહ્યો છે.

ડો. ભંડેરીએ આ અંગે ''અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેર-જીલ્લામાં માર્ચથી આજ સુધીમાં કોરોના દર્દીના સંપર્કમાં આવેલા સરકારી અને ખાનગી હોસ્પીટલના તમામ ડોકટરો-નર્સ-કમ્પાઉન્ડર-વોડબોય સહિત તમામ હેલ્થ વર્કરોને કોરોનાની રસી પ્રાથમિકતા રૂપે આવશે.

તેમણે જણાવેલ કે જીલ્લામાં ગઇકાલ સુધીમાં ર૮૭૪ જેટલા કોરોનાના દર્દીઓ નોંધાયા છે, તેવી જ રીતે રાજકોટ શહેરમાં પ હજાર ઉપર દર્દીઓ નોંધાયા છે. આ તમામ દર્દીના સંપર્કમાં આવનાર હેલ્થ વર્કરોને પહેલા કોરોનાની રસી અપાશે, આ માટે રાજયના આરોગ્ય સચિવની આ રસીકરણ કાર્યક્રમ અંગે રાજયના તમામ કલેકટર તથા અન્ય હાઇલેબલ અધીકારી સાથે ખાસ વીસી યોજાઇ છે, જેમાં ડેટા તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિગતો અપાશે, રાજય સરકારે જીલ્લા પંચાયત-કોર્પોરેશન બંનેને સરકારી-ખાનગી હોસ્પીટલોના તમામ હેલ્થ વર્કરોનો ડેટા તૈયાર કરવા આદેશ કર્યો છે, જેમાં નામ-સરનામા-ફોટા તેમનો હોદો કઇ હોસ્પીટલમાં ફરજ બજાવે છે, તેમને કોરોના થયો હતો કે કેમ, તેમની ઘરની વ્યકિતને થયો હતો કે કેમ વિગેરે તમામ બાબતો આવરી લેવાશે.

 

(12:43 pm IST)