રાજકોટ
News of Thursday, 29th September 2022

જૈનમ રાસોત્‍સવઃ સોની સમાજના આગેવાનોના હસ્‍તે મહાઆરતી

આજે ચોથા નોરતે ચુડી, બીન્‍દી, સાફા પાઘડીની સ્‍પર્ધા

રાજકોટઃ જૈનમ રાસોત્‍સવમાં ત્રીજા નોરતે અલગ અલગ સમાજનાં આગેવાનો દ્વારા સોનીસમાજનાં આગેવાનોનાં હસ્‍તે આરતી કરવામાં આવી હતી. જેમાં સોની સમાજના સર્વશ્રી વર્ષાબેન રાણપરા, રાજેશભાઇ ફીચડીયા, અヘીનભાઇ ફીચડીયા, હસુભાઇ આડેસરા, વસંતભાઇ ફીચડીયા, હરેશભાઇ આડેસરા, કિશોરભાઇ આડેસરા, ભુપેન્‍દ્રભાઇ આડેસરા, ગુણુભાઇ ફીચડીયા, કમલેશભાઇ પારેખ, ગોપાલભાઇ પારેખ, ભરતભાઇ પારેખ, સુરેશભાઇ ફીચડીયા, સતીષભાઇ લોબરીયા, કેતનભાઇ પાટડીયા, અલ્‍પાબેન સોની, હસમુખભાઇ આડેસરા, કિશોરભાઇ આડેસરા, દુર્ગેશભાઇ આડેસરા, અヘીનભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી માતાજીની આરતી કરેલ હતી.

જયારે શ્રીમતિ દામીનીબેન કામદાર, મનોજભાઇ અનડકટ, પંકજભાઇ ડેલાવાળા, ધીમંતભાઇ કોઠારી, આઉટ ઓફ ધ બોકસ ના પુનિતભાઇ, અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, વિભાસભાઇ શેઠ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં. ગરબા અને આરતી કોમ્‍પીટીશનમાં  વિજેતાઓને ઇનામ મહેમાનોના હસ્‍તે આપવામાં આવેલ ઉપરાંત દરરોજ ખેલૈયાઓ વચ્‍ચે ચાર લકકી ડ્રો કરવામાં આવેલ. જેના વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ હતાં.

ત્રીજા નોરતે સીનીયર પ્રીન્‍સ તરીકે દેવાંગ વસા, સીનીયર પ્રીન્‍સેસ તરીકે  શ્રુતિ કોઠારી, દિપ્તી વાધર ઉપરાંત સીનીયર પ્રીન્‍સ વેલ ડ્રેસમાં સ્‍મીત મહેતા, રક્ષીત ગાંધી, પુષ્‍પક જૈન તેમજ સીનીયર પ્રીન્‍સેસ વેલડ્રેસ તરીકે જલ્‍પા દેસાઇ, પ્રેક્ષા શાહ, ધારા કામદાર તેમજ જુનિયર પ્રિન્‍સ તરીકે પ્રેમ દફતરી, વર્ધન ઘેલાણી, રક્ષીત વોરા અને જુનિયર પ્રીન્‍સ તરીકે લાખાણી મળણાલ, ધ્‍વનિ મહેતા અને કેશવી મહેતા જુનીયર પ્રિન્‍સેસ વેલડ્રેસમાં શાહ આરવ, દોશી હિતાર્થ, શાહ નિર્મીત,  તેમજ જુનિયર પ્રીન્‍સ વેલડ્રેસમાં માહી હપાણી, સુહાની કોઠારી, હીર શાહ ને વિજેતા જાહેર થતાં ઈનામોથી નવાજવામાં આવેલ.

જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્‍માબેન વાણી તેમજ પ્રશાંતભાઇ પૂજારા, ઇશાન કાથરાણી, ધારાબેન પારેખ, બીનીતાબેન કાલરીયા આપી રહ્યા છે.

(4:32 pm IST)