બોલીવુડના કલાકારો સંગે ગરબા રમ્યા સોનમ ગરબાના ખેલૈયાઓ
રાજકોટઃ અહિંના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે વિશાળ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલા સોનમ ગરબામાં રોજેરોજ ભક્તિ અને શકિતનો રંગ દ્યૂંટાય છે અને મોટી સંખ્યામાં જૈન પરિવારના ખેલૈયાઓ ગરબા રમી રહ્યા છે. આજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ત્રીજા નોરતાનું મૂખ્ય આકર્ષણ આગામી મહીના મા પ્રસિદ્ધ થનાર ફિલ્મ ‘મોદીજી કી બેટી'ના કલાકારો એ પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા હતા જેમાં ફિલ્મ ના સ્ટાર કલાકાર અને પ્રોડયુસર અવની મોદી,તરુણ ખન્ના, વિક્રમ કોચર અને એડી સિંધ મૂખ્ય હતા આ કલાકારો મન મૂકીને ખૈલેયા સાથે ઝુમ્યા હતા.
જૈન વિઝન સોનમ નવરાત્રીમાં ત્રીજા નોરતે લીગલ સેલના સહ કન્વીનર અનિલભાઇ દેસાઇ, જૈન અગ્રણી ગિરીશભાઇ ખારા , ભારત સ્ટીલ ના દર્શનભાઇ શાહ, બિલ્ડર જનીશભાઇ અજમેરા,વિભાશભાઇ શેઠ ,પ્રતિપાલસિંહ ગોહિલ , કામદાર ગ્રુપના મોભી દામીનીબેન કામદાર, જય સિયારામ પેંડા વાળા રઘુનંદનભાઇ સેજપાલ,જયશ્રીબેન સેજપાલ,જયવંત સેજપાલ , રત્નાબેન સેજપાલ, જાણીતા ધારાશાષાી કમલેશભાઇ શાહ, મહેતા ઓવરસીસ વાળા ચંદ્રકાંતભાઇ મહેતા, સરલાબેન મહેતા, રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના માનદમંત્રી કેતનભાઇ શેઠ,જૈન મહિલા અગ્રણી વિણાબેન શેઠ, જૈન યુવા ગૃપના હિમાંશુભાઇ કામદાર ડિમપલબેન કામદાર, જૈન અગ્રણી મયુરભાઇ શાહ,હિતેશભાઇ મહેતા,મનીષભાઇ મહેતા,મૂકેશભાઇ લાઠીયા, હિતેષભાઇ બાટવીયા ભરતભાઇ વખારિયા,વિજયભાઇ પારેખ, શિક્ષણ સમિતીના ચેરમેન સંગીતાબેન છાયા,વોર્ડ નં -૨ના પ્રભારી મનુભાઇ વઘાસીયા, પૂર્વ કોર્પોરેટર નીતાબેન વઘાસીયા સાધના ભવનના પ્રમુખ જીમીભાઇ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરતી ડેકોરેશન હરીફાઈ રાખવામા આવેલ હતી. શાહ હિરલ , દોશી અર્ચના વિજેતા થયેલ હતા.
જયારે પ્રિન્સ તરીકે પ્રિયમ શાહ. મોહિત ગંગાડીયા સિધ્ધાર્થ દોશી જયારે પ્રિન્સેસ તરીકે અમી કોઠારી, પ્રિશા કોઠારી, દ્રષ્ટી વોરા જયારે વેલડ્રેસ મા વિરલ કોઠારી , કૈવલ ગોડા જયારે વેલડ્રેસ ફિમેઇલ મા ખુશી મહેતા,કોમલ ખીલોસીયા વિજેતા બનેલ હતા જયારે બાળકો મા જૈન વિઝન સોનમ ગરબા મા નિશાંત વોરા, ધાર્મી ટોલીયા અને વેલડ્રેસ મા વંશ જૈન અને કાવ્યા મહેતા વિજેતા થયેલ હતા. વિજેતાઓને ફિલ્મ ‘મોદીજી કી બેટી' અવની મોદી તરૂણ ખન્ના, વિક્રમ કોચર,એ ડી સિંઘ,વિનોદ મોદી તેમજ જયશ્રીબેન સેજપાલ,રદ્યુનંદન સેજપાલ , રત્નાબેન સેજપાલ ,જયવંત સેજપાલ,મનુભાઇ વદ્યાસીયા ,જય ખારા, જય કામદાર ના વરદહસ્તે સંખ્યાબંધ ઇનામો થી નવાજવામા આવેલ હતા.