રાજકોટ
News of Tuesday, 29th September 2020

ઠાકર પરિવાર દ્વારા જીવદયા કાર્ય

જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર કોરોનામાં શ્રી મધુભાઇ ઠાકર જે હેમંતભાઇ ઠાકરનાં પિતા કે જેઓ માટે અન્ય વિધિ વિધાન કરવાને બદલે ઠાકર પરિવાર દ્વારા ગૌમાતાઓને ૨૨૧ કીલો લાડુ તેમજ માછલીઓને ઘઉંનાં લોટની ગોળીઓ બનાવી અર્પણ કરાઇ. જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર દ્વારા સમાજને એક નવો જ રાહ મળે તેમજ અબોલ જીવોને આર્શીવાદ મળે એ હેતુસર ઠાકર પરિવારનાં સહકારથી દોલતસિંહ ચૌહાણ (મો.૮૯૮૦૫૦૧૫૦૩), રમણીકભાઇ પ્રજાપતી, કાંતીભાઇ પ્રજાપતી, જયંકાતભાઇ જોશી, ચંદુભાઇ ડાભી, રેખાબેન ઠાકર, માધુરી ઠાકર, કુશલ ઠાકર, મયુરી લાખાણી, વિજયાબેન સોરઠીયા, શાન્યાબેન, હેતલબેન, મનીષભાઇ કથરેચા કાર્ય કરવામાં આવેલ હતું. આ પ્રકારની સેવાનું ભગીરથ કાર્ય કરવું હોય તે માટે દોલતસિંહ ચૌહાણ (૮૯૮૦૫૦૧૫૦૩) સી/ઓ દોલતસિંહ ચૌહાણ, રાજકૃતિ એપાર્ટમેનટ, એફ-૧, પર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:07 pm IST)