રાજકોટ
News of Tuesday, 29th September 2020

ડિજીટલ દ્વિમાસિક સામાયિક 'પ્રેરણા'નું વિમોચન

રાજકોટ : ગુરૂદેવ નમ્ર મુનિ મહારજ સાહેબના પચાસમાં વર્ષની સુવર્ણ જયંતિના પરમોત્સવના અનેક વિધ વિશિષ્ટતા ભર્યા કાર્યક્રમો પૂજ્ય ગુરૂદેવના હસ્તે 'પ્રેરણા' ડિજીટલ સામાયિકનું વિમોચન થયું. પૂજ્ય ગુરૂદેવે આર્શીવચનમાં કહ્યું 'પ્રેરણા' સામયિક એ વાસ્તવિકતામાં મા સ્વામીની પ્રેરણા છે. અજયભાઇ શેઠ અને બીનાબેન શેઠનું સમાજ કલ્યાણ માટે, જરૂરતમંદોની અને સાધર્મિકોની સહાય માટે સંપતિ-દાન તો ઘણું જ ઉદારતા ભર્યું અને ઉદાહરણરૂપ છે.

ગોંડલ સંઘાણી સંપ્રદાયના નાયક ગાદીપતિ બા.બ્ર. પરમ પૂજ્ય નરેન્દ્ર મુનિ તેમજ ચારિત્ર જયેષ્ઠ મા સ્વામી જયવિજયાજી મહાસતીજી અજયભાઇ અને બીનાબેન માટે જીવન પરિવર્તન માટેના પ્રેરક ગુરૂભગવંત હતા. અજફભાઇના કવેસ્ટ ફાઉન્ડેશને 'પ્રેરણા' દ્વિમાસિક ડિજિટલ સામાયિકનું કંઇ જ મુલ્ય વગર પ્રકાશન શરૂ કર્યુ છે. ઇમેલ : preena@questfoundation.org.in

(3:36 pm IST)