રાજકોટ
News of Tuesday, 29th September 2020

મોબાઇલમાં આઇડી પર આઇપીએલનો સટ્ટો રમતાં વધુ એક શખ્સની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે કિંગ હાઇટ નજીક પાનની દૂકાન પાસેથી અભિ ખાનપરાને પકડ્યો

રાજકોટ તા. ૨૯: આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર મોબાઇલ ફોનમાં આઇડી મેળવી સટ્ટો રમનારા પર પોલીસ દરોડા પાડી રહી હોઇ તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દોઢસો ફુટ રીંગ રોડ પર કિંગ હાઇટ પાસે ડિલકસ પાન નજીક ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી અભિ જેન્તીભાઇ ખાનપરા (ઉ.વ.૨૫-રહે. અલય વાટીકા, બ્લોક નં. ૫૬, ગોવર્ધન ચોક)ને પકડી લીધો હતો.

આ શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં રિચેક્ષ-૮૮ ડોટકોમ નામની આઇડી મેળવી તેના પર આઇપીએલના મેચ પર ગ્રાહકો સાથે રનફેરના સોદા કરી જૂગાર રમાડતો હોવાની બાતમી મળતાં પીએસઆઇ એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, અજીતસિંહ પરમાર સહિતે એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં દરોડો પાડી અભિને સકંજામાં લઇ તપાસ કરતાં મોબાઇલમાં જૂગાર રમાડતો મળી આવતાં ગુનો નોંધી ધરપકડ કરી પાંચ હજારનો મોબાઇલ અને રૂ. ૩૫૦૦ રોકડા કબ્જે લીધા હતાં. હેડકોન્સ. સમીરભાઇ શેખ વધુ તપાસ કરે છે.

(3:16 pm IST)