રાજકોટ
News of Wednesday, 29th August 2018

ગુલાબનગરમાં ભંગારના ડેલાવાળા રાહુલને બીજા ડેલાવાળાએ ધોકાવ્યો

પૈસાનો ડખ્ખો કારણભુતઃ બીજા બનાવમાં કોઠારીયામાં વિક્રમ ભરવાડ પર પડધરીના શખ્સોનો પથ્થરમારો

રાજકોટ તા. ૨૯: ગોંડલ રોડ કોઠારીયા પાસે ગુલાબનગર-૨૦માં રહેતાં અને ઘર નજીક રાધે ક્રિષ્ના હોટેલ પાસે ભંગારનો ડેલો ધરાવતાં રાહુલ જ્વાલાભાઇ ગુપ્તા (ઉ.૨૩)ને તેની બાજુમાં જ ભંગારનો ડેલો ધરાવતાં યુનુસ મન્સુરી અને યુનુસના પુત્ર રિઝવાન તથા બીજા એક શખ્સે ઢીકા-પાટુ  અને ધોકાનો માર મારતાં માથા, પગ અને વાંસામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. એન. એમ. ચાવડાએ રાહુલની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. રાહુલના કહેવા મુજબ પોતે અને યુનુસ મન્સુરી બંને ભંગારનો ધંધો કરે છે. હિસાબના પૈસા બાબતે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો.

બીજા બનાવમાં કોઠારીયા ગામમાં રહેતો વિક્રમ સેલાભાઇ મુંધવા (ઉ.૨૨) નામનો ભરવાડ યુવાન રાત્રે અગિયારેક વાગ્યે પોતાની વાડીએ હતો ત્યારે પડધરીથી આવેલા રજપૂત શખ્સોએ ઝઘડો કરી પથ્થરમારો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. વિક્રમના કહેવા મુજબ પડધરીથી રજપૂત શખ્સો હવનમાં આવ્યા હતાં. તે ખેતર પાસે ગાળો બોલતાં હોઇ ના પાડતાં ડખ્ખો થયો હતો. (૧૪.૬)

(4:08 pm IST)