રાજકોટ
News of Wednesday, 29th August 2018

રાજકોટમાં મૈત્રી કરારથી રહેતી ધારીના બોરડીની રીટા પરમારે ફિનાઇલ પીધું

દિકરીની બિમારી, આર્થિક સંકડામણ અને કલેશથી કંટાળ્યાની શકયતા

રાજકોટ તા. ૨૯: ધારીના બોરડી ગામે સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ ગોંડલ રોડ પી. ડી. માલવીયા કોલેજ પાછળ રામનગરમાં પરિણીત રજપૂત યુવાન સાથે મૈત્રી કરારથી રહેતી રીટાબેન કિરીટ પરમાર (ઉ.૨૮) નામની રજપૂત પરિણીતાએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં ખુલ્યા મુજબ તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્રી  છે. આ અંગે ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

એએસઆઇ એચ. એમ. મણવર અને રાઇટર હરૂભાએ રીટાબેનનું નિવેદન નોંધ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે તે  બે વર્ષથી પતિને છોડી રાજકોટ રામનગરમાં રહે છે. પતિ વિરૂધ્ધ કેસ ચાલુ છે.  પુત્રી માનસિક અસ્વસ્થ છે. હાલમાં તેણે પોતાના જ સગા એવા રણજીત જાદવ સાથે મૈત્રી કરાર કર્યા છે. આ કારણે તેના ઘરના લોકો સાથે કલેશ પણ ચાલે છે. આર્થિક સંકડામણ પણ ઉદ્દભવતી હોઇ કંટાળી જઇ ફિનાઇલ પી લીધાનું અને બે દિવસ પહેલા કેરોસીન પણ છાંટી લીધાનું જણાવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

 

(11:51 am IST)