રાજકોટ
News of Thursday, 29th July 2021

જિલ્લા પંચાયત હસ્તકની ૨૫ પ્રાથમિક શાળાઓ હવે મ્યુ. કોર્પોરેશનને સોપાશે

ગીતાબેન ટીલારાની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિના મહત્વના નિર્ણયોઃ જિલ્લાના તેજસ્વી છાત્રોને પુરસ્કાર અપાશે

રાજકોટ, તા. ૨૯ :. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક આજે અધ્યક્ષ ગીતાબેન ધર્મેશભાઈ ટીલારાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં શિક્ષણાધિકારી ડી.આર. સરડવાની હાજરીમાં મહત્વના નિર્ણયો થયેલ. શહેરની હદમાં આવી ગયેલ પંચાયતની ૨૫ શાળાઓ કોર્પોરેશનને સોંપવા ઠરાવાયુ હતુ.

 પ્રાથમીક શાળાની કિશોરીઓ માટે સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન અને ઇન્સીલેટર મશીન માટે રૂ.રપ.૦૦ લાખ મજુર કરવામાં આવ્યા જેનાથી આશરે રપ૦૦૦ કિશોરીઓને લાભ મળશે.

પ્રાથમીક શાળાઓમાં શાળાના દરવાજાથી શાળાના મકાન તથા શાળાના મકાનથી ટોઇલેટ બ્લેક સુધી પેવર બ્લોકની જરૃરીયાતવાળી શાળા માટે રૂ.ર૦.૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા.

પ્રાથમીક શાળાઓમાં પીવાના પાણીની સુવિધાની જરૃરીયાતવાળી શાળા માટે રૂ.૧૦,૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા.

પ્રાથમીક શાળાઓમાં રમત-ગમતના સ્થાયી પ્રકારના સાધનો જેવા કે હિંચકા, લપસીયા, ઉચક-નિચક કસરત માટેના સાધનો વગેરેની જરૃરીયાતવાળી શાળા માટે રૂ.પ.૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા.

પ્રાથમીક શાળાઓમાં સાધનો શાળા કંપાઉન્ડ વોલના રંગરોગાન માટેની જરૃરીયાતવાળી શાળામાં સ્થાયી પ્રકારના ખર્ચ માટે રૂ.પ.૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા.

શાળાઓ શરૃ થયેથી જિલ્લા કક્ષાએ પ્રાથમીક શાળાઓના સેમીનાર, નિદર્શન-પ્રદર્શન, સ્કાઉટ પ્રવૃતિ વગેરે માટે રૂ.૦.પ૦ લાખ (પચાસ  હજાર) મંજુર કરવામાં આવ્યા.

શાળાઓ શરૃ થયેથી જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાની પ્રવૃતિ માટે રૂ.૧.૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા.

શ્રેષ્ઠ શાળાઓ  શ્રેષ્ઠ શિક્ષક/આચાર્યને ઇનામની રકમ તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીને પુરસ્કાર/સહાય (કન્યા કેળવણી સહીત) માટે રૂ.૧.૦૦ લાખ મંજુર કરવામ)ં આવ્યા.

પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને કોમ્પ્યુટર રીપેરીંગ માટે રૂ. ૫.૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા.

કોવિડ-૧૯ મહામારી સામે પ્રાથમિક શાળાના બાળકોના રક્ષણ માટે શાળા કક્ષાએ માસ્ક અને સેનીટાઈઝર માટે રૂ. ૨૦.૦૦ લાખે મંજુર કરવામાં આવ્યા.

બિનઅધિકૃત નગરપાલિકા વિસ્તારની શાળાઓ માટે જરૃરીયાત અનુસાર સ્થાયી ખર્ચ મંજુર કરવામાં આવશે.

પ્રાથમિક શાળાઓ અને શિક્ષકોના શૈક્ષણિક અને વહીવટી પુરક સાહિત્ય માટે રૂ. ૩.૦૦ લાખ મંજુર કરવામાં આવ્યા.

રાજકોટ મહાનગરપાલિકાની નવા સીમાંકન મુજબ હદ વધતા મોટામવા, ઘંટેશ્વર, મનહરપુર-૧, માધાપર અને મુંજકાનો સમાવેશ રાજકોટ કોર્પોરેશનમાં થયેલ છે. આ ગામોમાં ચાલતી જિલ્લા શિક્ષણ સમિતિની શાળાઓને રાજકોટ કોર્પોરેશનમાં સમાવવા અંગેનો શિક્ષણ વિભાગ તરફથી ઠરાવ થયેથી સોંપવામાં આવશે પરંતુ આ વિસ્તારમાં ચાલતી ૨૫ ખાનગી પ્રાથમિક શાળાઓનો વિસ્તાર હાલ રાજકોટ કોર્પોરેશનમાં સમાવેશ થયેલ હોય તેને રાજકોટ કોર્પોરેશનને સોંપવાનું ઠરાવવામાં આવ્યું.

(4:39 pm IST)