રાજકોટ
News of Wednesday, 29th June 2022

વિ.હિ.પ. દ્વારા ત્રિશૂલ દિક્ષાના ૩ કાર્યક્રમો

તા. ૧૬મીએ ગાંધીગ્રામમાં, ૨૨મીએ ભોમેશ્વરમાં અને ૨૩મીએ રેલનગરમાં ત્રિશૂલ દિક્ષા અપાશે : કુલ ૫૫૦ યુવાનોને ત્રિશૂલ અપાશે : સ્‍વરક્ષા અને ધર્મરક્ષાનો હેતુ

વિહિપના ઉતર જિલ્લા મંત્રી આશિષ શેઠ, મારૂતિ પ્રખંડના મંત્રી જે.ડી.સોમૈયા અને ગૌરક્ષા સંયોજક (મારૂતિ પ્રખંડ) વિપુલભાઇ આપાએ ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ સંદર્ભે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૯ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત બજરંગદળ દ્વારા જુલાઇમાં ૩ અલગ-અલગ સ્‍થળોએ ૧૫ થી ૪૦ વર્ષ સુધીના યુવાનોને ત્રિશૂલ દિક્ષા અપાશે. ત્રિશુલ દિક્ષાનો હેતુ ધર્મરક્ષા અને સ્‍વરક્ષાનો છે. ત્રણેય કાર્યક્રમોમાં મળી શહેરના કુલ ૫૫૦ જેટલા યુવાનોને ત્રિશૂલ દિક્ષા આપવાનો લક્ષ્યાંક હોવાનું પરિષદના આગેવાનોએ જણાવ્‍યું હતું.
પહેલો કાર્યક્રમ તા. ૧૬ જુલાઇઅને રાત્રે ૮ થી ૯ વોર્ડ નં. ૧ના ગાંધીગ્રામ વિસ્‍તારમાં અને બીજો કાર્યક્રમ તા. ૨૨મીએ એ જ સમયે ભોમેશ્વર મહાદેવ મંદિર વોર્ડ નં. ૨માં અને ત્રીજો કાર્યક્રમ તા. ૨૩મીએ રાત્રે એ જ સમયે રેલનગર વિસ્‍તારમાં યોજાશે. ગાંધીગ્રામ અને રેલનગરના કાર્યક્રમનું સ્‍થળ હવે પછી જાહેર કરાશે.
ત્રિશુલ દિક્ષા મેળવવા માટે વોર્ડ નં. ૧ હેમલભાઇ ગોહેલ - ૯૮૯૮૫ ૩૩૦૨૦, વોર્ડ નં. ૨ જે.ડી.સોમૈયા - ૮૪૮૮૮ ૧૫૯૩૩ અને વોર્ડ નં. ૩ બટુકભાઇ વાઘેલા - ૯૧૦૬૩ ૨૫૩૨૯ નો સંપર્ક સાધવો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમલભાઇ ગોહેલ - ઉત્તર જિલ્લા અધ્‍યક્ષ, બટુકભાઇ વાઘેલા - ઉપાધ્‍યક્ષ, આશિષભાઇ શેઠ - ઉત્તર જિલ્લા મંત્રી, વિપુલભાઇ આપા - ગૌસેવા સંયોજક મારૂતિ પ્રખંડ, જે.ડી.સોમૈયા - મારૂતિ પ્રખંડ મંત્રી, અશોકસિંહ ડોડીયા - પ્રાંત કારોબારી સભ્‍ય, કિશન અભાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:04 pm IST)