હુડકો કવાર્ટરમાં બ્યુટી પાર્લર સંચાલિકા જ્યોતિબેન પટેલ અને પતિ પર હુમલો
ગટરનું પાણી ઉભરાતું હોઇ પડોશી જેકી ઠાકરને સમજાવવા જતાં પાઇપથી તૂટી પડ્યો
રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં સી-૧૬૫માં રહેતાં અને ઘર નજીક સી-૧૬૦માં બ્યુટી પાર્લર ચલાવતાં પટેલ મહિલા જ્યોતિબેન પ્રકાશભાઇ કિયાડા (ઉ.૩૯) પર ત્યાં જ રહેતાં જેકી જીતુભાઇ ઠાકર નામના શખ્સે લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતાં પતિ પ્રકાશભાઇ બાબુભાઇ કિયાડા (ઉ.૪૫) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. પ્રકાશભાઇના કહેવા મુજબ પોતે ખાણીપીણીના સ્ટોલમાં નોકરી કરે છે. પત્નિ ઘર નજીક બ્યુટી પાર્લર ચલાવે છે. ત્યાં બાજુમાં જેકીનું ઘર છે. બંધ ગટરને જેકીએ ખોલી નાંખતાં ગંધારૂ પાણી બ્યુટી પાર્લર બાજુ આવતાં તે બાબતે તેને સમજાવવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો.
થોરાળામાં બા ખીજાતાં હિતેષે ફિનાઇલ પીધું
નવા થોરાળા-૧માં રહેતાં હિતેષ રામજીભાઇ સરવૈયા (ઉ.૨૦)ને તેના માતા મીનાબેને કામ બાબતે ઠપકો આપતાં ફિનાઇલ પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો. બી-ડિવીઝનના હિતુભા ઝાલા નિવેદન નોંધવા આવ્યા હતાં. પરંતુ એ પહેલા તેણે રજા લઇ લીધી હતી.