રાજકોટ
News of Friday, 29th June 2018

રાજકોટમાં સાંજે પોણાથી ૩ ઇંચ ન્યુ રાજકોટમાં ૩ ઇંચ, જૂના રાજકોટમાં ૨ ઇંચ તથા સામે કાંઠે પોણા ઇંચઃ લક્ષ્મીનગર નાલામાં પાણી ભરાથા રસ્તો બંધ

રાજકોટમાં સાંજે ૪-૩૦ વાગ્યા બાદ શરૂ થયેલ વરસાદ સાંજે ૭ વાગ્યા સુધીમાં પોણાથી ૩ ઇંચ પડી ગયો હતો.વેસ્ટ ઝોન ન્યુ રાજકોટ કાલાવડ રોડ ૧૫ ફુટ રીંગ રોડ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ૩ ઇંચ તેમજ સેન્ટ્રલ ઝોન જુના રાજકોટ ગોંડલ રોડ ત્રિકોણ બાગ ગુંદાવાડી સહિત વિસ્તારમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. સામાકાંઠા રણછોડનગર સહિત વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો.

આમ્રપાલી ફાટકથી હનુમાન મઢી ચોક, કિશાનપરા ચોક સહિત અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ છે.

(10:10 pm IST)