રાજકોટ
News of Friday, 29th June 2018

થ્રીડી સ્‍પીડ બ્રેકર : રેડીયો મીર્ચી દ્વારા બમ્‍પ બસ્‍ટર્સ કેમ્‍પેઇન

રાજકોટ : રાત્રીના અંધારામાં પણ સ્‍પિડ બ્રેકર દેખાઇ આવે તે રીતના તૈયાર કરવા રેડીયો મીર્ચી દ્વારા બમ્‍પ બસ્‍ટર્સ અભિયાન હાથ ધર્યુ છે. આર.એમ.સી. ટીમને સાથે રાખી શહેરના જુદા જુદા ઝોનમાં મીર્ચી ૯૮.૩ એફએમના આર.જે.ની ટીમે ૫૦ સ્‍થળોએ સ્‍પીડ બ્રેકર્સ પર વ્‍હાઇટ પેઇન્‍ટ અને રીફલેકટર્સ થ્રીડી ઇફેકટ સાથે ઇન્‍સ્‍ટોલ કરાવ્‍યા હતા. આ માટે આર.જે. આકાશ, શીતલ, મીતાના ફેસબુક પેઇઝ પર પણ કેમ્‍પેઇન શરૂ કરવામાં આવ્‍યુ છે.

(4:58 pm IST)