રાજકોટ
News of Friday, 29th June 2018

અધિક કલેકટર ખાન, તલાટી, રહેવર આઇ.એ.એસ. કેડરમાં

રાજકોટ, તા. ર૯ : કેન્‍દ્ર  સરકારે ગુજરાત કેડરના અધિક કલેકટર કક્ષાના અધિકારીશ્રી જી.એચ. ખાન, બિપીન એચ. તલાટી અને ડી.બી. રહેવરને આઇ.એ.એસ. કેડરમાં બઢતી આપતો હુકમ કર્યો છે. શ્રી  ખાન આરોગ્‍ય કમિશ્નર કચેરીમાં ચીફ પર્સોનલ ઓફીસર શ્રી રહેવર વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્‍ય કારોબારી અધિકારી અને શ્રી તલાટી નાગરિક સંરક્ષણ ભાવનગરમાં નાયબ નિયંત્રક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

(4:56 pm IST)