રાજકોટ
News of Friday, 29th June 2018

રહેણાંક મકાનમાં દારૂનો જથ્‍થો રાખવા અંગે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા., ૨૯: દારૂનો જથ્‍થો રહેણાંક મકાનમાં રાખવા સબબ પકડાયેલ આરોપી બાઇને નીર્દોષ છોડી મુકવાનો અત્રેની અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવ અંગેની વિગત એવી છે કે સને ર૦૧૭ની સાલમાં રાજકોટ તાલુકાના કોઠારીયા કવાર્ટરમાં રહેતા નયનાબા દશરસિંહ સોઢા પોતાના રહેણાંક મકાનમાં વીજ ચોરી કરે છે. એવી પીજીવીસીએલને બાતમી મળતા પીજીવીસીએલના અધિકારી તથા જીઇબી પોલીસે આરોપીના રહેણાંક કર્વાટરમાં વીજ ચેકીંગ કરતા વીજ ચેકીંગ દરમ્‍યાન આરોપી મળી આવેલ નહી પરંતુ કવાર્ટર ખોલી ચેક કરતા મકાનમાં દેશી દારૂનો જથ્‍થો હોય વીજ અધિકારી તથા જીઇબી પોલીસે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા રાજકોટ તાલુકા પોલીસે આરોપી બાઇની ધરપકડ કરી આરોપી બાઇ વિરૂધ્‍ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું.

આ કેસ પુરાવા પર આવતા પોલીસ સાક્ષી, પંચો તથા અધીકારીને તપાસવામાં આવેલ. કેસ પુર્ણ થતા આરોપીનું વીશેષ નિવેદન લેવામાં આવેલ. બચાવપક્ષ તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે  આરોપીનું પોતાનું કવાર્ટર છે તે બતાવતો કોઇ દસ્‍તાવેજ રજુ રાખેલ નથી. કહેવાતા કવાર્ટરમાં આરોપીની હાજરી હતી નહી. તેમજ પીજીવીસીએલના કોઇ અધિકારીને તપાસેલ નથી. તેમજ જીઇબી પોલીસને તપાસેલ નથી. તેમજ આ કામમાં પંચો સમર્થન આપતા નથી. કહેવાતો દારૂ આરોપીના કબ્‍જામાં હતો. તે સાબીત કરવામાં પ્રોસીકયુશન નિષ્‍ફળ રહેલ છે. વધુમાં રજુઆત કરેલ કે આરોપીના તેના વિસ્‍તારમાં અન્‍ય વ્‍યકિત સાથે અદાવત ચાલતી હોય તેથી તેનો બદલો લેવા કોઇ વ્‍યકિતએ ખુલ્લા કવાર્ટરમાં દારૂનો જથ્‍થો રાખેલ હોય તેું અનુમાન થઇ શકે તેવી રજુઆત ધ્‍યાને લઇ આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપી તરફે સૌરાષ્‍ટ્રના જાણીતા એડવોકેટ શ્રી રોહીતભાઇ બી.ધીયા, ચેતન આર. ચભાડીયા રોકાયેલ હતા તથા મદદગારીમાં આર.બી.સોરીયા રોકાયેલ હતા.

 

(4:55 pm IST)