રાજકોટ
News of Friday, 29th June 2018

વધુ પ૦ હજાર ‘ચા'ના પ્‍લાસ્‍ટીક જપ્ત કરતું કોર્પોરેશનઃ ત્રણેય ઝોનમાં દરોડાનો દોર

સૌથી વધુ પૂર્વ ઝોનમાં ૩૬૯૭પ કપ જપ્ત કરાયાઃ આ ક્ષેત્રમાં ૮૩ કિલો પ્‍લાસ્‍ટીક પણ કબજે

કોર્પોરેશન દ્વારા આજે ત્રણેય ઝોનમાં ૧પ૦ થી વધુ સ્‍થળે ચેકીંગ કરી ચા ના પ્‍લાસ્‍ટીક કપ જપ્ત કરવા કાર્યવાહી કરાઇ તે નજરે પડે છે.

રાજકોટ તા. ર૯ :.   મહાનગરપાલીકાનાં કમિશ્‍નરશ્રી બંછાનીદ્યી પાની દ્વારા રાજકોટ શહેરમાં પાણીનાં પઉચ તથા ચા માં ઉ૫યોગ માં લેવાતા પ્‍લાસ્‍ટીક નાં ક૫ નાં વેચાણ, ઉ૫યોગ અને  ઉત્‍પાદન ૫ર પ્રતીબંદ્ય  ફરમાવામાં આવેલ હોવા છતા વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં નિચે મુજબની વિગતે પ્રતી બંદ્યીત પ્‍લાસ્‍ટીક ના ચા ના ક૫ જપ્‍ત કરવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોન વિસ્‍તારના મુખ્‍ય માર્ગો જેવાકે કાલાવડ રોડ, યુની. રોડ, સત્‍યસાંઇ રોડ, નીર્મલા રોડ, લાખના બંગ્‍લા રોડ, સાદ્યુ વાસ્‍વાણી રોડ, ગાંદ્યી ગ્રામ રોડ, મવડી રોડ, રાદ્યે હોટલ રોડ વગેરે જેવા મુખ્‍ય માર્ગો ૫રથી કુલ-૭૫ દુકાનો/ હોટલો/ એજન્‍સીઓ ચેક કરતા, કુલ :- ૬૨ દુકાનો/ હોટલો/ એજન્‍સીઓ માં પ્‍લાસ્‍ટીકના ક૫નો વ૫રાસ બંદ્ય કરેલ છે. તેમજ કુલ ૧૩ દુકાનો/ હોટલો માંથી ૬૫૦ નંગ પ્‍લાસ્‍ટીક ના ક૫ થપ્‍ત કરેલ છે.

ઉ૫રોકત દર્શાવેલ વિગતેનાં વેસ્‍ટ ઝોનનાં મુખ્‍ય માર્ગો તમામ નાં પાણીના પાઉચ બાબતે ચેકીંગ હાથ દ્યરતા એક૫ણ સ્‍થળે પ્રતીબુદ્યીત પાણીના પાઉચ મળેલ નથી એટલે કે વેસ્‍ટ ઝોન વિસ્‍તારમાં સંપુર્ણ ૫ણે પ્રતીબંદ્યીત પાણીનાં પાઉચ નો વ૫રાસ બંદ્ય થયેલ છે.

ઉ૫રોકત કામગીરી માં કમિશ્‍નરનાં આદેશ અન્‍વયે વેસ્‍ટ ઝોન નાં નાયબ કમિશ્‍નરશ્રી ડી.જે.જાડેજા નાં ઇસ્‍ટ ઝોન ના નાયબ કમિશ્‍નર ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વેસ્‍ટ ઝોનનાં નાયબ ૫ર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવર, આસી. ઇજનેર રાકેશ શાહ ની હાજરીમાં સેની. ઇન્‍સપેકટર શ્રી મૌલેષ વ્‍યાસ, સંજય દવે, મનોજ વાદ્યેલા, કેતન લખતરીયા, પીયુષ ચૌહાણ, કૌશીક દ્યામેચા તથા સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટરશ્રી સંજય ચાવડા, ઉદયસિંહ તુવરા, નીતીન ૫રમાર, વિમલ ખુંટ, ગૌતમ ચાવડા, બાળાભાઇ, વિશાલ કા૫ડીયા, નીલેશ ડાભી, મયુર ૫રનાલીયા, ભાવેશ ઉપાઘ્‍યાય વગેરે દ્વારા કુલ ૪ ટીમ પાડી કામગીરી કરાઇ હતી.

આ ઉપરાંત પુર્વ ઝોનનાં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ, ગ્રીન લેન્‍ડ ચોકડીથી સર્વિસ રોડ વગેરે પર પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક ચા ના કપ તથા પાણીના પાઉચ જપ્ત કરવાની ઝૂંબેશ કરવામાં આવેલ જેમાં કુલ ૩૬૯૭પ અને ૮૩ કિલો પ્‍લાસ્‍ટીક જપ્ત કરી ૩પ૦૦ નો દંડ વસુલાયો હતો.

આ કામગીરી નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા, મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઇ. સર્વશ્રી આર. યુ. રાવલ, ડી. કે. સીંધવ, એન. એમ. જાદવ, પ્રફુલ ત્રિવેદી, એમ. એ. વસાવા, ડી. એચ. ચાવડા તથા વોર્ડના એસ. એસ. આઇ.  પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, એચ. એન. ગોહેલ, પ્રતિક રાણાવસીયા, પ્રશાંત વ્‍યાસ, ભરત ટાંક, ભુપત સોલંકી, જય ચૌહાણ તથા એ. એફ. પઠાણ દ્વારા કરવામાં આવેલ હતી.

જયારે મધ્‍ય ઝોનમાં ફુલછાબ ચોક, રેસકોર્સ રીંગ રોડ, રેલ્‍વે સ્‍ટેશન રોડ, ગાયકવાડી, દાણાપીઠ, ગોંડલ રોડ, ટાગોર રોડ, મંગળા રોડ, મવડી રોડ, કેનાલ રોડ, ઉપર ૭ર સ્‍થળે ચેકીંગ દરમિયાન ૧ર૩૯પ ચા ના કપ જપ્ત કરાયા હતાં. અને  ૧પ૦૦ નો દંડ ફટકારાયો હતો.

(4:53 pm IST)