News of Friday, 29th June 2018
મવડી રોડ ફાયર બ્રિગેડ પાસે કારના બોનેટમાં ભડકો થયો
મવડી રોડ ફાયર બ્રિગેડ પાસે જીજે૧૨એસી-૧૯૭ નંબરની ફ્રન્ટી કારના બોનેટના ભાગે અચાનક આગ ભભૂકતાં ચાલક તાબડતોબ નીચે ઉતરી ગયા હતાં. નજીકમાં જ ફાયર સ્ટેશન હોઇ બંબો દોડી આવ્યો હતો અને આગ બુઝાવી હતી. કારના માલિક હિતેષભાઇ ચંદુભાઇ પંચાલ છે. શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ છે.
(4:16 pm IST)