રાજકોટ
News of Friday, 29th June 2018

જળમુખિ મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીનીઓને લંચબોકસ-વોટરબેગનું વિતરણ

 બાવાજીરાજ શાળા નં. ૪, દેવકુંવરબા તથા આદર્શ વ્યાયામ શાળાનો સંયુકત શાળા પ્રવેશોત્સવ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે જળમુખી મિત્ર મંડળના પ્રમુખ જયસુખ દક્ષિણી અને આદર્શ વ્યાયામ મંદિર દ્વારા તમામ દિકરીઓને લંચબોકસ અને વોટરબેગનું વિતરણ કરાયુ હતુ. કે. એમ. માવાણી, દિનકરભાઇ પંડયા, મનુમામા વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ જયસુખભાઇ દક્ષિણી, બાલાભાઇ રાવ, નિતિન સાતા, સુરેશભાઇ પુજારા, જીતુભાઇ શિંગાળા, જતીનભાઇ, જનકભાઇ ઉનડકટે જહેમત ઉઠાવી હતી.

(3:55 pm IST)