રાજકોટ
News of Friday, 29th May 2020

લોકડાઉનમાં સૌરાષ્ટ્ર યુનિ.વિદ્યાર્થીઓને અન્યાય : ગ્રાન્ટેડ બી.એડ્.કોલેજમાં પ્રવેશ નહિ મળે : માત્ર ખાનગી કોલેજમાં અભ્યાસ કરી શકાશે

રાજકોટ : કોરોનાની મહામારીમા  સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને અન્યાય કરતો નિર્ણય રાજય સરકારે કર્યો છે. જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિ.ની ૬ અને ગુજરાતની ૩પ તથા ૪ સરકારી બી.એડ્. કોલેજોનો ટીચર્સ યુની.માં સમાવેશ કરાયો છે.આ નિર્ણયથી હવે સરકારી તથા ગ્રાટેન્ડ બી.એડ્. કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી ટીચર્સ યુની.ગાંધીનગર દ્વારા થશે સૌરાષ્ટ્ર યુની.સંલગ્ન બી.એડ્.કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી થશે.ટીચર્સ યુનિ.માં ગ્રાટેન્ડ બી.એડ્.કોલેજોનો સમાવેશ થતા સૌરાષ્ટ્ર યુનિ.માં હવે જે વિદ્યાર્થીઓ બી.એડ્.પ્રવેશ મેળવશે તેને ખાનગી કોલેજની તોતીંગ ફી ભરવી પડશે.આ નિર્ણય સામે રજુઆતોનો દોર પણ શરૂ થયો છે.

(6:34 pm IST)