રાજકોટ
News of Friday, 29th May 2020

ગામડાવાળા સુધરી ગ્યા હવે તમે સુધરો રાજકોટવાસીઓઃ ભીડ ન કરો પ્લીઝ

લોકડાઉનનાં નિયમો પાળોઃ કામ વગર ખાલી ફરવા નિકળો નહીઃ માસ્ક પહેરો અને સોશ્યલ ડીસટન્સ રાખોઃ કલેકટર રેમ્યા મોહનની બે હાથ જોડીને વિનંતી

રાજકોટ તા. ર૯ :.. રાજય સરકારે કોરોનાં સંક્રમણની સ્થીતિમાં પણ રાજકોટવાસીઓને લોકડાઉનમાં ધંધા-રોજગાર ચાલુ રહે તે માટે જબરી છૂટછાટ આપી છે. ત્યારે શહેરનાં નાગરિકોએ પોતાની નૈતિક ફરજ બજાવી અને લોકડાઉનનાં નિયમોનું સ્વૈચ્છીક ચુસ્ત રીતે પાલન કરવુ જરૂરી છે. જેથી કોરોનાં કન્ટ્રોલમાં રહે. તેમ કલેકટર રેમ્યા મોહને જાહેર અપીલ કરતાં જણાવ્યું છે.

આ તકે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જીલ્લાનાં ગામડાઓમાં એકી - બેકીનાં નિયમો મુજબ વેપારીઓ દુકાન ખોલે છે. ગ્રામજનો પણ નિયમ મુજબ માસ્ક પહેરે છે. ખોટી ભીડ નથી કરતાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન પણ સ્વૈચ્છાએ કરે છે. આ તમામ બાબતો કલેકટર તંત્રનાં ખાનગી સર્વેમાં જોવા મળી છે.

આમ જીલ્લાનાં ગામડાઓમાં ગ્રામજનોએ કોરોનાં સામે લડવાની પધ્ધતીને જીવન શૈલીમાં અપનાવી લીધી છે.

પરંતુ હજુ રાજકોટ શહેરમાં બજારોમાં ભીડ જોવા મળે છે. સોશ્યલ ડીસ્ટન્સીંગનું  પાલન થતુ નથી, માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી હજુ પણ દંડ વસુલવો પડે છે.

આ તમામ બાબતોથી કોરોના સંક્રમણ વધવાની ભીતી છે. માટે શહેરનાં દરેક નાગરીકોને કલેકટરશ્રીએ બે હાથ જોડીને જાહેર અપીલ કરી છે કે વેપારીઓ એકી-બેકીના નિયમ મુજબ પોતાની દુકાનો ખોલે-દુકાનોમાં ભીડ ન થાય તેની તકેદારી રાખે લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગનુ ધ્યાન રાખ. માસ્ક પહેરીને જ બહાર નીકળે અને બહાર નિકળવુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે ખાલી હરવા-ફરવા માટે બહાર ન નિકળે. જો રાજકોટવાસીઓ આ નિયમોનું સ્વૈચ્છાએ પાલન કરશે તો શહેેરમાં કોરોના કન્ટ્રોલ થઇ જશે. માટે લોકો લોકડાઉનનાં નિયમોનું પાલન કરે તે જરૂરી છે.

(4:10 pm IST)