રાજકોટ
News of Friday, 29th May 2020

શહેરમાં મલ્ટિપ્લેકસ શરૂ થાય તેવી શકયતા હમણાં નહીંવત

ફિલ્મના શોખીનોને હજુ દોઢ-બે મહિના રાહ જોવી પડશે

રાજકોટ તા. ર૯ : કોરોના મહામારીના કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના પગલે હાલપૂર્તિ થોડી ફેકટરીઓ, ઉદ્યોગો કે અન્ય બજારો ચાલુ થાય છે પરંતુ પિકચર જોવાના રસિયાઓને હજુ પણ થિયેટર કે મલ્ટીપ્લેકસમાં આરામથી સીટ પર બેસીને મોટા પરદા પાર તેમની મનપસંદ ફિલ્મો જોવા જવા માટે એક મહિનાથી પણ વધુ સમયની રાહ જોવી પડે તેવી શકયતા છે.

૧ લી જૂનથી લોકડાઉનના અમલમાં હજુ વધુ છુટછાટ જાહેર થવાની શકયતા છે પરંતુ તેમાં મલ્ટીપ્લેકસ ખોલવામાં આવે તેવી શકયતા નથી આ અંગે મલ્ટીપ્લેકસ એસોસિએશનના પ્રમુખ મનુભાઇ પટેલે જણાવ્યું હતું કે લોકો મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવાનું માણી શક ેતેવી હાલમાં તો કોઇ શકયતા નથી હજુ પણ ફિલ્મ રસિયાઓએ થિયેટરમાં ફિલ્મ જોવા માટે એકથી દોઢ મહિનો રાહ જોવી પડે તેવી શકયતા છે.

લોકડાઉનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ નુકશાન થયું છે. હવે બોલિવુડની કોશિશ છે કે, લોકડાઉન ખુલ્યા ઓછામાં ઓછું નુકસાન થાય અને જે ફિલ્મો લાઇનમાં છે તેન ેસમયસર રિલીઝ  કરી શકાય. એવામાં મલ્ટીપ્લેકસ

 એસોસીએન ઓફ ઇન્ડિયાએ સિનેમા હોલ્સ માટે એક ફુલપ્રુફ પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી સહિત તમામ રાજયોની સરકારોને મોકલવામાં આવ્યો છે. પરંતુ રાજય સરકાર આ મુદ્દે કોરોના સંક્રમણની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેશે જે રીતે ગુજરાતમાં કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે. તે જોતા હમણાં ગુજરાતમાંં મલ્ટીપ્લેકસ  ખુલશે નહી જો કે જયારે પણ થિયેટરો ખોલવામાં આવે ત્યારે તેના માટેની ગાઇડલાઇન શું હોઇ શકે તેના માટેની ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.

(4:08 pm IST)