રાજકોટ
News of Friday, 29th May 2020

બ્રહ્માકુમારીઝ દ્વારા બાળકો માટે ઓનલાઈન ઈ-સમર કેમ્પ

રાજકોટઃ બ્રહ્માકુમારીઝ દ્વારા વર્તમાન સયમના સદઉપયોગ અર્થે બાળકો માટે ઓનલાઈન ઈ-સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. બ્ર.કુ.વિધિબેને વેલ્યુ ગેઈમ દ્વારા બાળકોને કોરોનાથી સાવધાની, સ્વસ્થ, સુરક્ષિત ભારત, સેવાકર્મીઓને ધન્યવાદ તેમજ આ વિષય પર ઈ- ડ્રોઈંગ કોમ્પીટીશન રાખેલ. જેમાં  બેસ્ટ સ્પર્ધકને ઓનલાઈન પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. બ્ર.કુ.કિંજલબેને પ્રાણાયામ કરાવી મેડીટેશન કરાવ્યું હતું.

(4:02 pm IST)