રાજકોટ
News of Friday, 29th May 2020

કોરોનાની થશે હાર, હું પણ કોરોના વોરિયર ગીત બ્રોસરનું પદાધિકારીઓ દ્વારા લોન્ચ

રાજકોટઃકોરોનાની જાગૃતતા અંગે કોરોનાની થશે હાર, હું પણ કોરોના વોરિયરનો ઓડિયો-વિડીયો  રોકી જેસીંગ, હિમાંશુ સોઢા, પ્રશાંત સરપદડિયા, ભરત યાજ્ઞિક, હસન મલેક, નિર્લોક પરમાર, ભરત ત્રિવેદી, રમેશ કડવાતર, નયન ભટ્ટ, અરવિંદ રાવલ, શિવલાલ સુચક, સંજય કામદાર, ચેતન દોશી, વિરેન્દ્ર પુંજાણી, હિતેશ સિનરોજા, ખુશી સોઢા, અંશ સોઢા વિગેરે દ્વારા  બનાવવામાં આવ્યું છે. જેનું બ્રોસર અને ગીત મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા  દલસુખભાઈ જાગાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી આશિષભાઈ વાગડિયા તથા વિપુલભાઈની ઉપસ્થિતીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ તમામ કલાકારોને ખુબ શુભેચ્છા પાઠવેલ.

(4:02 pm IST)