રાજકોટ
News of Friday, 29th May 2020

રાજકોટ સહિત રાજયભરમાં ધર્મસ્થાનો-મંદિરોમાં જવાની છુટ આપો : યોગા કલાસીસ-જીમ-સ્પોર્ટસ એકટીવી ચાલુ કરાવો

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનું કલેકટરને આવેદન

રાજકોટ, તા. ર૯ : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ચંદુભા પરમાર અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી કોરોના વાઇરસ કોવિડ-૧૯ અંતર્ગત ધર્મસ્થાનો, મંદિરોમાં હાલ દર્શન કરવાની મનાઇ છે એ નિયમમાં ફેરફાર કરીને જનતાને દર્શનની છુટ આપવા રજુઆત કરી હતી. યોગા કલાસીસ, જીમ, સ્પોર્ટ એકટીવીની છુટ આપવામાં આવે એ માંગણી કરાઇ હતી.

આવેદનમાં જણાવેલ હતું કે હાલના લોકડાઉનના સમયમાં માનવ માત્ર ખૂબજ વ્યથીત છે. માનસિક, આર્થિક અને શારીરીક બધી રીતે યાતના ભોગવી રહ્યો છે. ત્યારે આ તકલીફમાંથી શાંતિ માટેનો એકજ માર્ગ છે જે આધ્યાત્મિક પૂજાપાઠ અને પ્રભુદર્શનનો છે. બે મહિનાથી ધર્મસ્થાનો મંદિરોમાં આમ જનતાને દર્શન કરવાની મનાઇ છે જે નિયમમાં ફેરફાર કરીને જનતાને દર્શન કરવાની છૂટ આપો.

જેમ કારખાના, ઉદ્યોગ, ધંધા અને વેપાર કરણી નિયમોને આધીન છૂટ આપીને ખોલવામાં આવ્યા છે. અજ રીત સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરે નિયમને આધીન ધર્મસ્થાનો, મંદિરોમાં દર્શનની કરવાની સંમતિ રાજય સરકાર આપે એવી અમારી માંગણી તથા રજુઆતને આપ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીને પહોંચાડો એવી વિનંતી છે.

(3:11 pm IST)