રાજકોટ
News of Friday, 29th May 2020

સાંજે ઓશો અનુયાયી અનુમતીબેનને હૃદયાંજલી-પુષ્પાંજલી અર્પણ કરાશે

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે

રાજકોટ તા. ર૯: અહિંના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા ૩પ વર્ષથી અવાર-નવાર જે કોઇ નિર્વાણ પામેલા હોય, ઓશો સન્યાસી કે પ્રેમીની નિર્વાણતીથી હોય ત્યારે હૃદયાંજલી સાથે પુષ્પાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવે છે.

આજે તા. ર૯ મે શુક્રવારના રોજ પોરબંદરના જુના ઓશો સન્યાસીની અનુમતીબેન ઘનશ્યામભાઇ મેહતા (માં અંતર પ્રેમ) ની પુણ્યતિથિ છે. અનુમતીબેન ઓશોને સર્મપીત હતા. જેઓ ર૯ મે ર૦૧ર ના રોજ પોરબંદરમાં નિર્વાણ પામેલા તેઓ વ્યવસાયે હાઇસ્કૂલમાં પ્રાધ્યાપક હતા. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર સાથે તેઓનો વર્ષો જુનો અતુટ નાતો હતો. ૧૯૯૧ થી ૯૪ દરમ્યાન પોરબંદરમાં ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા ચાર-ચાર દિવસના ઓશો સાહિત્ય પ્રદર્શનોનું આયોજન કરેલ ત્યારે તેઓ પ્રદર્શન પર આવીને ફુલ ટાઇમ સેવા આપતા ઓશો કાર્ય માટે ખડેપગે રહેતા ત્યારે પુના આશ્રમ દ્વારા 'રજનીશ ટાઇમ્સ' મેગેઝીન પ્રકાશીત થતું ત્યારે અનુમતીબહેને મેનેજીંગના ઘણા વાર્ષિક મેમ્બરો બનાવી આપેલા પોરબંદરમાં તેઓશ્રીની સેવાકીય પ્રવૃતિને આજે પણ લોકો યાદ કરે છે.

હર વર્ષની માફક આજે સાંજે ૬-૪પ થી ૭-૪પ દરમ્યાન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ પર તેઓશ્રીને સોશ્યલ ડીસ્ટન્સ રાખીને મંદિરના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશ તથા ઓશો સન્યાસ અશોકભાઇ લૂંગાણ દ્વારા નિર્વાણ અનુમતીબેનને હૃદયાંજલી સાથે પુષ્પાંજલી અર્પણ કરશે. બાદમાં સંધ્યા ધ્યાન તથા મૃત્યું પરનું ઓશોનું પ્રવચન રાખવામાં આવ્યું છે.

વિશેષ માહિતીઃ સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪ર૭ર પ૪ર૭૬ સંજીવ રાઠોડઃ ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:08 pm IST)