રાજકોટ
News of Friday, 29th May 2020

રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ અને લોઅર કોર્ટો ચાલુ કરવા અંગે ડીસ્ટ્રીકટ જજને અભિપ્રાય પાઠવતુ રાજકોટ બાર એસો.

રાજકોટ, તા. ર૯ :  રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ અને લોઅર કોર્ટ ચાલુ કરવા અંગે ડીસ્ટ્રીકટ જજે અભિપ્રાય માંગતા રાજકોટ બાર એસોસીએશન દ્વારા કોર્ટો ચાલુ કરવાનો અભિપ્રાય પાઠવવામાં આવેલ છે.

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ વી. રાજાણીની સુચના મુજબ રાજકોટ જીલ્લા મુખ્ય ન્યાયધીશ દ્વારા ગુજરાત હાઇકોર્ટની સુચના મુજબ રાજકોટ જીલ્લાની કોર્ટો કાર્યરત કરવા અંગે તેમજ કોર્ટ કાર્યવાહી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ચલાવવા માટે તેમજ વીડીયો કોન્ફરન્સીંગની કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓ બાબતે અભિપ્રાય મંગાવવામાં આવેલ આ સંદર્ભે રાજકોટ બાર એસોસીએશન દ્વારા નીચેનો અભિપ્રાય પાઠવવામાં આવેલ હતો જેમાં જણાવવામાં આવેલ કે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિમાં વીડીયો કોન્ફરન્સીંગથી કોર્ટોની કાર્યવાહી ચલાવવી તે પગલુ આવકારદાયક છે પરંતુ ઘણા બધા વકીલશ્રીઓને ઝુમ એપ્લેકશનની અપુરતી માહિતી તેમજ એપ્લીકેશનથી કાર્યવાહી ચલાવવાનું અનુભવ ન હોવાથી લોઅર કોર્ટોના ઘણા વકીલોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વારંવાર ઉભા થતા ઇન્ટરનેટના પોબલેમને કારણે પણ આ કામગીરીમાં અનેક રૂકાવટો ઉભી થાય છે આથી રાજકોટ બાર એસોસીએશન દ્વારા સભ્ય વકીલશ્રીઓની આર્થિક પરીસ્થિતિને ધ્યાનમાં લઇ કોર્ટોમાં ભવિષ્યમાં કેસોનું ભારણ ન વધે તેવા શુભ આશય સાથે કોર્ટોમાં સાક્ષીઓ બોલાવ્યા વગર અરજદારો કે પક્ષકારોને બોલાવ્યા વગર માત્ર કોર્ટ અને વકીલોને લગતી કામગીરી જેવી કે પરચુરણ અરજીઓની દલીલો, ફાઇનલ કેસોની દલીલો, તથા વકીલો તથા કોર્ટની હાજરીમાં જે જે કાર્યવાહી થઇ શકે તેમ હોય તે તમામ તેમજ સિવિલ કોર્ટો તેમજ મુદ્દામાલ અરજીની કાર્યવાહી તમામ કોર્ટોમાં ચાલુ કરવા પોતાના સ્પષ્ટ અભિપ્રાય પાઠવેલ છે.

રાજકોટ બાર એસોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વિ. રાજાણી (ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો. જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર દ્વારા ઉપરોકત અભિપ્રાય સર્વ સંમતિથી પાઠવવામાં આવેલ છે.

(3:06 pm IST)