ઓપન સૌરાષ્ટ્ર રેપિડ ચેસ ટુર્નામેન્ટ ટ્રોફી વિતરણ
રાજકોટઃ ગેસ્ફોર્ડ ચેસ કલબ રાજકોટ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રેપિડ ચેસ ટુર્નામેન્ટનું પટેલ સેવા સમાજ ખાતે આયોજન થયું હતું. કૌશીક સોલંકી (આરડીસીએ), ગેસ્ફોર્ડ ચેસ કલબના નટુભાઇ સોલંકી પ્રમુખ, કિશોરસિંહ જેઠવા સેક્રેટરી, વલ્લભભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી ચેસની ચાલ રમી ઉદ્દઘાટન કરવામાં આવેલ. કુલ ચાર પ્રકારની ટુર્નામેન્ટ રમાયેલ જેમાં ર૦૦થી વધારે બાળકો, ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો. અન્ડર-ર૧, અન્ડર-૧૬, લેડીઝ તથા ઓપન કેટેગરીમાં જેમાં ૧ થી ૧પ વિજેતા ખેલાડીને રૂ. ૧પ૦૦૦ના કેશ પ્રાઇઝ આપેલ. બાળકો તથા બહેનોમાં ૧ થી ૧પ વિજેતા ખેલાડીને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવેલા હતા. કુલ છ રાઉન્ડ સ્વીસલીંગ પધ્ધતિથી રાખવામાં આવેલ, બપોરે જમવાની વ્યવસ્થા ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા રાખવામાં આવેલ હતી. સાંજે ઇનામ વિતરણ સમારંભ યોજાયેલ જેમાં કલબના હોદેદાર નટુભાઇ સોલંકી પ્રમુખ, કિશોરસિંહ જેઠવા સેક્રેટરી, વલ્લભભાઇ પીપળીયા, હર્ષદભાઇ ડોડીયા, દીપકભાઇ જાની ખજાનચી, ઇદ્રરીશ વિરાણી, કાલીદાસ વ્યાસ, મનીષ પરમાર, ગૌરવ ત્રિવેદી, કેયુરભાઇ પરમાર, અભય કામદાર વિગેરે દ્વારા વિજેતા ખેલાડીઓને ઇનામો આપી સન્માનીત કરવામાં આવેલ.