રાજકોટ
News of Thursday, 29th April 2021

'ડ્રાઇવ થ્રુ' થકી સ્નેહીજનોએ પટેલ પરિવારને સાંત્વાના આપી

રાજકોટઃ કોરોનાની મહામારી માનવ જાત માટે પ્રકોપ બની રહી છે. એવામાં જે પરિવારે પોતાના સભ્યોને ચિરવિદાય આપી છે. એમને પોતાના સગા કે સ્નેહી મિત્રોની હુંફની ખુબજ જરૂર હોય છે, પરંતુ આ પરિસ્થિતિમાં આવા પરિવારને હુંફ આપવી પણ શકય નથી, પરંતુ જો સ્નેહીઓને પોતાની સામે એક દિલાસો મળી રહે તો પણ ખુબજ મનની શાંતિ મળી રહે છે, આવીજ કપરી પરિસ્થિતિનો સામનો સ્વ.જીતેન્દ્રભાઇ રાબડીયાનો પરિવાર કરી રહ્યો હતો. કોરોનાને લીધે જીતેન્દ્રભાઇનું અવસાન થતા બેસણા માટે એકત્રના થવું ખુબજ જરૂરી હતું અને સહાનુભુતીની પણ જરૂરીયાત હતી ત્યારે આ પટેલ પરિવારના પુત્રો જેનીશ અને કૃણાલને સમાજને નવી સમજ આપવા ડ્રાઇવ થ્રુ બેસણું રાખ્યું છે જેથી પરિવારને સહાનુભુતિ આપનાર પણ એકત્ર થતા નથી અને પોતાના વાહનમાંજ બેસી ચાલુ ગાડીમાંજ પરિવારને દુરથી જયશ્રીક્રિષ્ના કરી અને વિદાય લઇ શકે. આ નવી રીતેથી સમજે પ્રેરિત થવાની જરૂર છે. સ્વ. જીતેન્દ્રભાઇના શબ્દો હતા કે પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન અત્યંત જરૂરી છે જે તેમના પરિવારના સભ્યો ભાવનાબેન, કૃણાલ, જેનીશ, પુર્વી, ચાર્મી અને લિપીએ નિભાવી હતી.

(3:49 pm IST)