કોઠારિયા રોડ વોંકળામાંથી દારૂની ૬૦ બોટલ સાથે અફઝલ ઉર્ફે જોટો પકડાયો
ભકિતનગર પોલીસનો દરોડોઃ ૩૦ હજારની મતા કબ્જે
રાજકોટ તા. ર૯ : કોઠારિયા મેઇન રોડ પર નંદાહોલ પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વોંકળમાંથી દારૂની ૬૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કોઠારિયા રોડ નંદાહોલ ચોક પાસે એક શખ્સ દારૂસાથે ઉભો હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા પી. આઇ.જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઇ. આર.જે.કામળીયા, એ. એસ. આઇ. ભાનુભાઇ, હેડકોન્સ રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, હીતેન્દ્રસિંહ, મનીષભાઇ, મૈસુરભાઇ સહિતે નંદાહોલ ચોક પાસે દરોડો પાડી વોંકળામાં છુપાવેલ રા.૩૦ હજારની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે અફઝલ ઉર્ફે જોટો યુસુફભાઇ દોઢીયા (ઉ.૩૬) (રહે. યાદવનગર શેરી નં.ર) ને પકડી લીધો હતો.