રાજકોટ
News of Thursday, 29th April 2021

મીની લોકડાઉનમાં ૩ર દુકાનો બંધ કરાવાઇઃ કર્ફયુ ભંગના ૯૩ સહિત ૯૮ કેસ

રાજકોટ તા. ર૯ : વૈશ્વીક મહામારીમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે મીની લોકડાઉન જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ૩ર દુકાનો બંધ કરાવાઇ હતી અને કર્ફયું ભંગ અને માસ્ક સહિતના કુલ ૯૮ કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને વધતા અટકાવવા માટે સરકારની માર્ગદશીકા હેઠળ મીની લોકડાઉન જાહેર કરવામાં આવતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાંં કડક પાલન કરાવવામાં આવે છે. ગઇકાલે પોલીસે જુદા-જુદા વિસ્તારોમાં ચાની હોટલ,પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ, ઓફીસો તથા ખાણીપીણીની દુકાનો વગેરે કુલ ૩ર દુકાનો બંધ કરાવી હતી. જેમાં પ્રનગર પોલીસે પાંચ, ગાંધીગ્રામ પોલીસે ૧પ અને તાલુકા પોલીસે ૧ર દુકાનદારો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી તેમજ રાત્રી કર્ફયુના ૯૩ કેસ મળી કુલ ૯૮ કેસ  નોંધાયા છે.

(3:06 pm IST)