રાજકોટ
News of Thursday, 29th April 2021

ચોૈધરી હાઇસ્કૂલનું મેદાન આજે એક કલાક ખાલી રહ્યું, પછી ફરીથી જામી ગઇ કતાર

ચોૈધરી હાઇસ્કૂલમાં કોરોના દર્દીઓને લઇને આવતી એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની રોજેરોજ લાં...બી લાઇનો જામે છે. તંત્રવાહકો રાત દિવસ મથામણ કરે છે પરંતુ લાઇનો ઓછી થતી નથી. આજે સવારે એકાદ કલાક દરમિયાન મેદાન સાવ ખાલીખમ્મ થઇ જતાં એક હાશકારા થયો હતો. દર્દીઓ ઘટી ગયાનો અણસાર દેખાઇ રહ્યો હતો. હોસ્પિટલમાં કોવિડ સેન્ટરના કામ સાથે સંકળાયેલા સોૈ કોઇના હૈયે પણ હાશકારો થયો હતો...પરંતુ આ હાશકારો ક્ષણિક નિવડ્યો હતો. ફરીથી સ્થિતિ જૈસે થે થઇ ગઇ હતી...ફરીથી કોરોના સંક્રમિત દર્દીઓ સાથેના વાહનોની કતાર જામી ગઇ હતી. દરમિયાન બપોરે સાડા બાર વાગ્યે ફરી એક વાર કતાર ગૂમ થઇ ગઇ હતી. હોસ્પિટલે પહોંચતાની સાથે જ દર્દીઓને દાખલ કરી દેવામાં આવે અને કોઇને કતારમાં કલાકો ઉભવું ન પડે તેવા દિવસો ઝડપથી આવે તે માટે તંત્રવાહકો સતત ઝઝૂમી રહ્યા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:05 pm IST)