રાજકોટ
News of Thursday, 29th April 2021

CSTCના ફાઉન્ડર ગોપાલ વિઠ્ઠલાણી સાઇબર ગુરૂ તરીકે CID ક્રાઇમમાં જોડાયાઃ અન્ય યુવાનો પણ પ્રેરીત થયા

રાજકોટ : દિવસેને દિવસે જેમ ડિજિટલાઇઝેશનમાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાઇબર ક્રાઇમમાં પણ ખાસો વધારો થઇ રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા સતત જાગૃતિ ફેલાવવા તથા વધુ ને વધુ કેસ સોલ્વ કરવા પ્રયત્નો કરવામાં આવે છે, હાલ તો કોરોનાકાળ ચાલી રહેલ છે ત્યારે પોલીસ વિભાગ તથા સરકારી તંત્ર કોરોનાને મહાત આપવા સેવાકીય કામકાજથી સતત દોડધામમાં છે ત્યારે હેકરો અને સાઇબર ક્રિમિનલ્સ આ તકનો ગેરલાભ ઉઠાવી ખુબજ ફ્રોડ આચરી રહ્યા છે જેથી સાઇબર ક્રાઇમમાં નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ સાઇબર ફ્રોડ અને નાણાકીય ઉચાપતની નવી નવી ટેકનિકો સામે આવી રહી છે.

ગવર્મેન્ટ એજન્સી નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના આંકડા મુજબ વર્ષ ર૦૧૮ માં ર૮.ર૪૮ સાઇબર ફરીયાદો નોંધાઇ હતી જે વર્ષ ર૦૧૯ માં વધીને ૪૪,પ૪૬ થઇ હતી. શ્રી ગોપાલ વિઠ્ઠલાણીના જણાવ્યા મુજબ આ વર્ષે તેમાં ૩પ થી પ૦ સુધીનો વધારો થઇ શકે છે.

ગુજરાત પોલીસ દ્વારા સાઇબર વોલ્યુન્ટરોને અલગ અલગ કેટેગરીમાં આવકારતું અભીયાન ચાલી રહેલ છે જેમાં ગુજરાત રાજય DGP શ્રી આશીષ ભાટિયાથી લઇ સંપૂર્ણ પોલીસ વિભાગ સાઇબર જાગૃતતા ફેલાવવા માટે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. જેમાં વોલ્યુન્ટર તરીકે સાઇબર ગુરૂ કેટેગરીમાં સેવા આપવા શ્રી ગોપાલ વિઠ્ઠલાણી CID ક્રાઇમ ગાંધીનગર ખાતે જોડાયેલ અને સાઇબર અવેરનેસ વધુને વધુ ફેલાવવા ગુજરાત પોલીસને મદદ કરી રહેલ છે ત્યારે મહિલા સાઇબર એકસપર્ટ્સ સહીતના સાઇબર નિષ્ણાંતો અને સાઇબર સિકયોરીટી ટ્રેનિંગ સેન્ટરના પ૦ જેટલા યુવા વિદ્યાર્થીઓ ફાઉન્ડરના આ નિર્ણય અને કાર્યોથી પ્રેરીત થઇ ગુજરાત રાજયના અલગ અલગ શહેરોથી જોડાયા હોવાનું શ્રી ગોપાલ વિઠ્ઠલાણીએ જણાવ્યું છે. (મો.૮૧૪૦૯ પ૬૭૮૯-અને હેલ્પલાઇન નંબર ૭૫૯૭પ ૭૦૯૭૦

(10:25 am IST)