રાજકોટ
News of Saturday, 29th January 2022

ઢેબર રોડ પર ઓડીટોરીયમ અને ફાટક પાસે ઓવરબ્રીજ બનાવવો જરૂરી : ગોવિંદભાઇ

૨૦ કરોડની જોગવાઇ કરોઃ ગોંડલ રોડ બ્રીજની ડીઝાઇન સુધારવા પણ સૂચન

રાજકોટ,તા. ૨૯ : શહેરના દક્ષિણ ઢેબર રોડના છેડે ભવ્‍ય ઓડીટોરીયમ બનાવવા અને ઢેબર કોલોની પાસેના ફાટક પર ઓવરબ્રીજ બનાવવાના હેતુસર બજેટમાં ૨૦ કરોડની જોગવાઇ રાખવા ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલે સુચન કરેલ છે.
શ્રી પટેલે મુ.મંત્રીશ્રી પત્ર મારફતે માંગણી કરેલ છે કે રાજકોટ ઇસ્‍ટ અને વેસ્‍ટમાં રાજ્‍ય સરકાર મારફતે ઓડીટોરીયમ બનેલ છે. જેનો ખૂબ જ લાભ શાળા કોલેજો અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં લેવાઇ રહ્યો છે. જે ધ્‍યાને લઇને રાજકોટ દક્ષિણના ભાગે જો એક ઓડીટોરીયમ બંને તો તેનો લાભ કોઠારિયા, વાવડી અને રાજકોટ દક્ષિણના લોકોને અને શાળા કોલેજને મળે તેમજ ફાટક લેસ રાજકોટ બનાવવા માટે ઢેબર કોલોની પાસેથી ગોંડલ રોડ (પી.ડી.એમ) સુધીન એક ઓવરબ્રીજ બંને તો રાજકોટની ટ્રાફિક સમસ્‍યામાં રાહત થાય.
હાલનો ગોંડલ રોડ પરનો સ્‍વામિનારાયણ ગુરૂકુળ પાસેનો ટ્રાયેંગલ ઓવર બ્રીજનો એક છેડો સાંકડો છે જે બંને સાઇડની જગ્‍યા સંપાદન કરીને તેની અવેજીમાં જગ્‍યા ફાળવીને તે ઓવરબ્રીજનો એક છેડો પહોળો થાય તો મોટા વાહનો તેની પર અવર જવર કરી શકે તે માટે મ્‍યુ. તંત્ર વાહકો પાસે શ્રી પટેલે માંગણી કરી છે.

 

(5:40 pm IST)