રાજકોટ
News of Saturday, 29th January 2022

ઠંડા પીણાની બોટલમાં દેશી દારૃનું વેચાણ કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૨૯ઃ દેશી દારૃનું વેચાણ કરવાના ગુનામાં અદાલતે આરોપીની જામીન અરજી રદ કરી હતી.

તુલસી સંતરા હર્બલ ટોનિક નામના ઠંડાપીણાની બોટલોમાં દેશી દારૃ ભરી વેચાણ કરનાર ની જામીન અરજી રદ તારીખ ૩૧ ૧૨ ૨૦૨૧ ના રોજ આટકોટના ખારચીયા ગામની સીમમાં આટકોટ પોલીસે તુલસી સંતરા હર્બલ ટોનિક નામનું સ્ટીકર લગાડી જેમાં પાણી તથા ફ્રુટ બીયર ના પાવડર તથા જુદી જુદી ફ્લેવરના સુગંધીત એસેન્સ નાખી અને તેની અંદર દેશી દારૃ ની ભેળસેળ કરી ઠંડા પીણાના નામથી નશાયુકત પીણું વેચાણ કરનાર આરોપીઓ પાસેથી કુલ ૧૩૬૦ બોટલો કબ્જે કરી આરોપી શિવરાજભાઈ શાંતુભાઇ ખાચર રહેઙ્ગ ખાટડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની તથા અન્ય આરોપીઓની અટકાયત કરી પોલીસે જેલ હવાલે કરેલ જેલ માંથી આરોપી શિવરાજભાઈ શાંતુભાઇ ખાચ રે જામીન ઉપર છુટવા  સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો સખત વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજવિરોધી ગુનો છે આરોપીઓ આવા ઠંડાપીણામાં દેશી દારૃ ભેળવી લોકોને નશાની લતમાં ધકેલી દે છે આવા આરોપીઓ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં આવી બોટલો નું વેચાણ કરે છે તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પ્રાથમિક અહેવાલમાં પણ કબજે કરેલ બોટલોમાં દેશી દારૃ ભેળવેલ હોવાનું માલૂમ પડેલ છે આવા આરોપીઓને ને જામીન આપવામાં આવશે તો ફરી પાછા આવા ગુના કરશે અને અનેક કુટુંબો ને નશાની રવાડે ચડાવી દેશે તેથી આરોપી ની જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાને લઇ સેશન્સ જજ શ્રી એચ.એમ પવારે સાહેબે જામીન અરજી રદ કરેલ છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા.

(3:43 pm IST)