રાજકોટ
News of Saturday, 29th January 2022

હિંદના તારણહાર ગયા..

હિંદના તારણ હાર ગયા..
સુખ-દુઃખ સાંભળનાર ગયા..
કરમચંદ તણા પુત્ર ગયા..
પૂતળીબાઈના દીપક ગયા.. આજે..
સતવીરાના આયુની આશ હતી,
તેથી હિંદના હૈયામાં હાશ હતી..
એક ભારતીને સુજી ભૂંડી મતી,
ગોડસેએ ગાંધી હણ્‍યા હાય ગોળી વતી..
તેથી હિંદમા હાહાકાર થયો..
આખી આલમમાં અંધકાર થયો..
નહોતુ જાણ્‍યુ વીધી આવો ક્રૂર હશે..
જેમા મોભનો ભડવીર હણાશે..
ભગીનીઓનો ઉધ્‍ધારક ગયો..
ભારતીઓ તારી રાહ જુએ છે..
બાપુ ક્‍યારે અવની પર અવતરશે..
સૌ સાથે કરીએ વંદન..
ત્‍યાં બેઠા માં ભોમનું કરશે જતન..
આજે...
- રંજનબેન મણીલાલ ભટ્ટ
રાજકોટ-રાણસીકી
(કાલે પૂ. મહાત્‍મા ગાંધીજીની નિર્વાણ તિથિઃ પૂર્વ સંધ્‍યાએ વંદન...)

 

(2:59 pm IST)