રાજકોટ
News of Saturday, 29th January 2022

કિશન બોળીયાની હત્‍યા એ પૂર્વનિયોજીત કાવતરૂઃ કેસ ફાસ્‍ટટ્રેક કોર્ટમાં ચલાવોઃ નરાધમોને આકરી સજા કરો

વિશ્વ હિન્‍દુ પરિષદનું કલેકટરને આવેદનઃ ગૃહમંત્રી-મુખ્‍યમંત્રીને વિગતો પહોંચાડવા અપીલ

વિશ્વ હિન્‍દુ પરીષદ અને અન્‍ય સમાજે કિશન બોળીયાની હત્‍યાના વિરોધમાં કલેકટરને આવેદન પાઠવ્‍યુ હતું (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૨૯ :. વિશ્વ હિન્‍દુ પરિષદ રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી તાજેતરમાં ધંધુકા મુકામે હિન્‍દુ યુવાનની જાહેરમાં ફાયરીંગ કરી હત્‍યા કરનાર નરાધમોને તાત્‍કાલીક પકડી નશ્‍યત કરવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, તાજેતરમાં ધંધુકા મુકામે હિન્‍દુ યુવાનનું સરાહાર જાહેરમાં ફાયરીંગ કરી હત્‍યા કરવામાં આવી છે. આ હત્‍યામાં લઘુમતી કોમના નરાધમો સંડોવાયેલા હોય પૂર્વ નિયોજીત કાવતરૂ હોય આ કેસ ફાસ્‍ટટ્રેક કોર્ટમાં ચલાવી પર્સનલ સરકારી વકીલની નિયુકિત કરી તેઓને આકરામાં આકરી સજા આપવામાં આવે અને આવા કૃત્‍યો ફરીવાર ન બને તે માટે કડકમાં કડક પગલા ભરી નશ્‍યત કરવા તેમજ પીડીત પરિવારને યોગ્‍ય ન્‍યાય આપવા અમારા હિન્‍દુ સમાજની માંગણી અને લાગણી છે. આવા નરાધમોને આકરામાં આકરી સજા મળે તે માટે કાયદાકીય યોગ્‍ય પગલા લઈ ઘટતુ કરવા પણ નમ્ર વિનંતી છે. અમારી આ માંગણીઓનું આવેદનપત્ર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિત લાગતા વળગતા સરકારી કચેરીઓ સુધી પહોંચે તેવી વિનંતી કરાઈ હતી.

 

(2:58 pm IST)