રાજકોટ
News of Saturday, 29th January 2022

કલેકટર કોન્‍ફરન્‍સઃ સરકાર રેવન્‍યુ કાયદામાં ધરખમ ફેરફાર લાવશેઃ લોકોને કઈ રીતે ફાયદો થાય તે સંદર્ભે દરેક કલેકટર પાસેથી લેખીતમાં સૂચનો માંગ્‍યા

ગઈકાલે રાજ્‍યભરના કલેકટરોની વીસી મારફત મહત્‍વની એવી કલેકટર કોન્‍ફરન્‍સ યોજાઈ હતીઃ આ વીસીમાં રેવન્‍યુ સચિવે સરકાર હાલના રેવન્‍યુ કાયદામાં નિયમોમાં ફેરફાર કરવા માંગતી હોવાનો નિર્દેશ આપી, હાલની સિસ્‍ટમમાં ફેરફાર કરવાથી લોકોને સરળતાથી કઈ રીતે લાભ મળે.. શું બદલાવ જરૂરી.. તે અંગે રાજકોટ સહિત દરેક કલેકટર પાસેથી લેખીતમાં સૂચનો માંગ્‍યાઃ ફાઈલ ટ્રેકીંગનો મુદ્દો પણ ઉખળ્‍યોઃ રાજકોટ નંબર વનઃ અમુક જિલ્લામાં ફાઈલ ટ્રેકીંગમાં નબળી કામગીરી હોય ૩ કલેકટરને ટકોર કરાઈઃ કુલ ૭૦થી વધુ મહેસુલી મુદ્દા અંગે સમીક્ષા

 

(4:09 pm IST)