રાજકોટ
News of Wednesday, 29th January 2020

કાલે વણજોયુ મુહૂર્ત વસંત પંચમી : શુભલગ્નો સાથે અનેક શુભકાર્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં પારિવારીક તથા જુદા - જુદા સમુહલગ્નોનું આયોજન

રાજકોટ તા. ૨૯ : કાલે વણજોયુ મુહૂર્ત વસંત પંચમીની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે.

જુદા-જુદા પારિવારીક તથા જુદા-જુદા સમાજ દ્વારા સમુહલગ્નોનું અનેક જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે.

કાલે વસંત પંચમી ઉપરાંત શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની જયંતિ તેમજ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં. રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિન પણ ઉજવાશે.

સરસ્વતી માતાની ઉપાસના માટે પણ વસંત પંચમી સર્વશ્રેષ્ઠ દિવસ છે. બરાબર ૧૯૪ વર્ષ અગાઉ એટલે કે મહાસુદ પંચમીના રોજ સવંત ૧૮૮૨માં વડતાલ ખાતે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની રચના કરી હતી. જેમાં કુલ ૨૧૨ શ્લોક છે. સ્વામિનારાયણ મંદિરોમાં આ નિમિતે વિશિષ્ટ આયોજન કરાશે.

(11:54 am IST)