રાજકોટ
News of Monday, 28th December 2020

મ્યુઝીયમથી રજવાડાઓનો ઇતિહાસ અને તેની પરંપરાઓ પુનઃ જીવીત બનશેઃ નરેન્દ્રસિંહ જાડેજા

રાજપુત સમાજના સંગઠનો દ્વારા વિજયભાઇ રૂપાણીનું અભિવાદન

 રાજકોટઃ ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું ગૌરવ એવી, સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે દેશના રજવાડાઓના ઇતિહાસનું સંગ્રહાલય બનાવવાના રાજય સરકારના નિર્ણય બદલ સૌરાષ્ટ્રના સૌ કોઇ રાજપૂત સમાજ-ક્ષત્રીય સમાજના સંગઠનના અગ્રણીઓએ ગાંધીનગર જઇને મુખ્યંત્રી શ્રી વિજયભાઇ રુપાણીનો આભાર વ્યકત કર્યો હતો.  શ્રી રૂપાણીએ જણાવેલ કે રજવાડાઓની પ્રતિષ્ઠા અને એમની પરંપરા નવી પેઢી સુધી પહોંચે, એ વારસો જળવાય એ માટે ત્યાં જ એક મ્યુઝીયમ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

  રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન કરેલ. આ પ્રસંગે ક્ષત્રીય અગ્રણી શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ ઐતિહાસિક નિર્ણય બદલ આભાર કરતાં રજૂ કરતી વેળાએ જણાવ્યુ હતું કે આ મ્યુઝીયમથી રજવાડાંઓનો ઇતિહાસ, પરંપરા પુનઃજીવીત થશે સાથે જ રાજપૂતોએ આપેલાં બલિદાન અને એમના શૌર્યની કથા-ગાથા નવી પેઢી સુધી નવા માધ્યમથી પહોંચશે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી તથા રાજકોટના ગૌરવ અને પનોતા પુત્ર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો દેશના સમસ્ત ક્ષત્રિય સમાજ વતી આભાર માન્યો હતો. પી.ટી. જાડેજા એ મુખ્યમંત્રીને બિરદાવી જણાવ્યુ હતું કે વિજયભાઇએ રાજકોટને માંગ્યા કરતાં પણ વધુ આપ્યું છે. ક્ષત્રિય સમાજ વિજયભાઈનો ઋણી બન્યો છે. સ્વાગત કાર્યક્રમ જે.પી.જાડેજાએ કર્યું હતું.

 આ રુબરુ આભાર વિધિમાં રાજકોટ જિલ્લા રાજપૂત સમાજ, શ્રી કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસિયા એસોશિએશન, શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ રાજકોટ, શ્રી કરણી સેના, શ્રી આશાપુરા મંદિર રાજપૂત સમાજ ગાંધીગ્રામ, શ્રી રેલનગર રાજપૂત સમાજ, શ્રી શકિત માતાજી મંદિર રાજપૂત સમાજ મહુડી પ્લોટ, શ્રી ગજ કેસરી ફાઉન્ડેશન, શ્રી મહારાણા પ્રતાપ યુવા સંસ્થા, શ્રી ભગિની સેવા સંસ્થા મહિલા મંડળ, શ્રી રુદ્રશકિત મહિલા મંડળ,  શ્રી રાજપૂત યુવા સંઘ, શ્રી બુદળિકા લાલ, શ્રી ખોડિયાર નાગર, શ્રી બાપા સીતારામ ગ્રૂપ, શ્રી ભુતપૂર્વ વિધ્યાર્થી મંડળ, શ્રી રાજકોટ સામાકાઠા ડેરી વિસ્તાર સહિત અન્ય રાજપૂત  આગેવાનો નરેન્દ્રસિંહ જાડેજા(અકિલા), વિરેન્દ્ર્સિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગોહિલ, જે.પી. જાડેજા, પી.ટી.જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ એચ.જાડેજા, દિલીપસિંહ જાડેજા(ઇગલ), ભરતસિંહ જાડેજા, જયકિશન ઝાલા, રાજવિરસિંહ વાળા, દેવેન્દ્રસિંહ ગોહિલ, સત્યેન્દ્રભાઈ ખાચર, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુ ભાઈ), સુખદેવસિંહ ઝાલા, અજયસિંહ જાડેજા બેટાવડ, પરાક્રમસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, આર.ડી. જાડેજા, સિદ્ઘરાજસિંહ જાડેજા (ગજકેસરી), જયરાજસિંહ જાડેજા, દિલીપસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ વાળા, જયરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પરબતસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ વાઘેલા, દૈવતસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા રાજપર, રાજદીપસિંહ જાડેજા વાવડી, હરદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ રાણા, શકિતસિંહ વાઘેલા, ભરતસિંહ રતનપર, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા, યોગરાજસિંહ જાડેજા, દશરથ સિંહ જાડેજા, એન.ડી. જાડેજા, ડો.સહદેવસિંહ ઝાલા, જગદીશસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ ડી. જલુ(ભગત), રામેન્દ્રભાઈ વાળા, ગભરુભાઇ વાળા, સુખાભાઇ વાળા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, પદ્મિનીબા વાળા, કૃપાલીબા જાડેજા, દુર્ગાબા જાડેજા (કોર્પોરેટર), કીર્તિબા રાણા વિ. સંગઠનો-અગ્રણીઓ જોડાયા હતા.  કાર્યક્રમને સફળ બનાવવા વિરેન્દ્રસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી હતી.

(3:41 pm IST)